Saturday, 27 July, 2024

18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન

117 Views
Share :
18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન

18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન

117 Views

સૌરાષ્ટ્રમાં છ જગ્યાએ વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે. જામનગર બાલા હનુમાન મંદિરે સાંઈઠ વર્ષથી, દ્વારકા અને પોરબંદર સત્તાવન વર્ષથી, જૂનાગઢ સત્યાવીસ વર્ષથી, મહુવા છવ્વીસ વર્ષથી અને રાજકોટમાં ચાલીસ વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. રાજકોટમાં કાલારોડ પર આવેલા સંકીર્તન મંદિરમાં 14000થી વધારે દિવસોથી 24 કલાક અખંડ રામધુન ચાલી રહી છે. પ્રેમભિક્ષુક મહારાજે અખંડ રામધૂનની શરુઆત કરાવી હતી જે હાલમાં પણ અવિરત ચાલી રહી છે.

સૌરાષ્ટ્રમાં છ મંદિરોમાં વર્ષોથી અખંડ રામધૂન

આપણા દેશમાં ભગવાન શ્રીરામના નામ માટે લોકો અવિરત સેવા આપતા હોય છે. રાજકોટમાં એવુ મંદિર આવેલુ છે જ્યાં છેલ્લા 40 વર્ષથી એટલે કે 14,000 દિવસથી પણ વધારે દિવસો અને સતત 24 કલાક એટલે સાડા ત્રણ લાખ કલાકથી પણ વધારે કલાકોથી રામ નામની અવિરત ધૂન એટલે રામનું નામ લોકો પોતાના મુખેથી લઈ રહ્યા છે. બિહારના પ્રેમજી મહારાજને વિચાર આવ્યો કે લોકોના મુખેથી રામનું નામ લેવાય તો રામનું નામ લેવા માટે શું વ્યવસ્થાઓ કરવી જોઈએ. અને ચાલુ થઈ રામધૂન જે હાલમાં સૌરાષ્ટ્રમાં છ મંદિરોમાં ચાલે છે અને આ મંદિરો સંકીર્તન નામથી ઓળખાય છે. સૌ કોઈ લોકો ઘરે પૂજાપાઠ કરતા હોય છે પણ સંકીર્તન મંદિરમાં થતી રામધૂનની સાથે માળા કરવાનુ ફળ જ અનોખુ મળે છે. ચોવીસ કલાક ચાલતી રામધૂન અનોખી ઉર્જાની અનુભૂતી ઉત્પન્ન કરે છે.

રાજકોટના મંદિરમાં 40 વર્ષોથી અવિરત રામધૂન

વર્ષોથી અખંડ રામધૂન ચાલવાનો સંકીર્તન મંદિરનો વલ્ડ રેકોર્ડ છે. રાજકોટમાં 40 વર્ષોથી 365 દિવસ સતત 24 કલાક રામધૂન બોલવામાં આવી રહી છે. શિયાળો, ઉનાળો કે ચોમાસુ હોય ભાવિક ભક્તો રામનું નામ લેવા નિયમિત મંદિરે પહોંચી જ જાય છે અને વર્ષોથી ચાલતી રામધૂનને અવિરત ચલાવ્યે જ જાય છે. મંદિરની દિવાલો પર નારદમુની અને હનુમાનજીના પણ રામધૂન કરતા હોય તેવા ચિત્રો લગાવવામાં આવ્યા છે અને મંદિરમાં ચાલતી રામધૂનમાં જાણે તેઓ પણ સામેલ થઈ ગયા હોય તેવી પ્રતીતી થાય છે. ભાવિકો સંકીર્તન મંદિરે આવી ધન્યતા અને શાંતિ અનુભવે છે. દરેક ભાવિકો પોતાના પરિવારના સભ્યો અને બાળકોને મંદિરે લાવે છે. જેથી તેઓ પણ રામનું નામ લઇ શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે.

રામધૂન ચાલે છે તે મંદિરો સંકીર્તન નામથી ઓળખાય છે

છેલ્લા 40 વર્ષથી ચાલી રહેલી રામધૂનમાં પરિવારના સભ્યો પણ સહભાગી બને છે. સાધુસંતોની ભક્તિભાવમાં લીન હોય તેવી અલગ અલગ મુદ્રા દર્શાવતી તસ્વીરો મંદિરમાં લગાવવામાં આવી છે જે આપણા દેશના ભક્તિભાવના ઈતિહાસને ઉજાગર કરે છે. રાજકોટવાસીઓ મંદિરમાં રામલ્લાના દર્શન કરી ધન્ય તો થાય જ છે સાથે સાથે મંદિરમાં કરવામાં આયોજનમાં સહભાગી થાય છે અને રામનામની ધૂન કરવા નિયમિત જોડાય છે. સંકીર્તન મંદિરમાં 24 કલાક અખંડ ધૂન તો બોલવામાં આવી રહી છે. રામધૂન સાથે સાથે રામનુ નામ લખીને પણ ભક્તિ થઈ રહી છે. અત્યાર સુધીમાં ભાવિકો દ્વારા 18 કરોડ વાર રામનુ નામ લખેલી પોથીઓ મંદિરમાં સાચવી રાખવામાં આવી છે. ભાવિકોએ રામ નામ લખેલી પોથીઓ મંદિરના કબાટમાં રાખવામાં આવી છે અને એક બે નહીં મોટી સંખ્યામાં કબાટો પોથીઓથી ભરેલા છે.

દરેક ઋતુમાં રામધૂન ભક્તોનો નિત્યક્રમ

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા સંકીર્તન મંદિરમાં એક પણ એવો દિવસ કે એક પણ એવી સેકન્ડ નથી જ્યારે રામનું નામ ન લેવાયુ હોય મંદિરમાં એક ઘડિયાળ મુકવામાં આવી છે જે સતત સમય અને દિવસ ગણી અને રામનું નામ કેટલું લેવાયુ તે લાઈવ બતાવે છે. ઘડિયાળમાં જોઈ શકાતો આંકડો અત્યાર સુધીના દિવસોનો આંકડો છે. 40 વર્ષથી ચાલી રહેલી રામ ધૂન 14,569 દિવસ પૂરા કરી અવિરત ચાલી રહી છે. મંદિરે દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ભાવિકો ભગવાનના દર્શન કરી દરેક ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાય છે. વર્ષોથી નિયમિત સંકીર્તન મંદિરે આવતા ભાવિકો રામધૂનનો આનંદ માણવાની સાથે પોતે રામધૂનમાં લીન થઈ નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે. આરતી સમયે મંદિરનો દરેક ખૂણો ઘંટ નગારા અને ભાવિકોની તાળીઓથી ગુંજી ઉઠે છે. અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે જેમાં ભક્તો લીન થઈ જાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *