26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) નિબંધ
By-Gujju26-10-2023
26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક દિન) નિબંધ
By Gujju26-10-2023
ભારત ની પ્રજા ઉત્સવ પ્રિય છે, આથી ભારત માં વર્ષ દરમિયાન અસંખ્ય તહેવારો ની ઉજવણી થાય છે. જેમા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રિય તહેવારો નો સમાવેશ થાય છે. 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી આપણાં રાષ્ટ્રીય તહેવારો છે. અને આ તહેવારો કશ્મીર થી કન્યાકુમારી સુધી સમગ્ર ભારત ભરમાં ખૂબ હર્ષોલાસ થી ઉજવાઇ છે.
15 મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયા બાદ આટલા મોટા દેશ ની પ્રજા ની સુખાકારી અને સલામતી માટે તથા દેશ ના ઉજ્જવળ ભવિષ્ય માટે દેશ ના લોકો નું પોતીકું બંધારણ ની રચના કરવા માટે એક બંધારણ સમિતિ ની રચના કરવામાં આવી. ભારત દેશ માટે એક ઉમદા બંધારણ નિર્માણ પામે તે હેતુ થી બંધારણ સમિતિ એ દુનિયા ના વિવિધ દેશો ના બંધારણ નો અભ્યાસ કરી ને આપણાં બંધારણ ની રચના કરી. અને 26 જાન્યુઆરી એ આ બંધારણ ભારત ની જનતા યે અપનાવી ને એક નવા યુગ ની શરૂઆત કરી. આ દિવસ એટલે 26 જાન્યુઆરી અને આ દિવસ ભારત ની જાનતા માટે સ્વાભિમાન નો દિવસ હતો.
આમ 26 જાન્યુઆરી ભારત નો ગૌરવ વંતો દિવસ છે. ભારત ભાર માં આ દિવસે ધૂમધામ થી ઉજવણી કરવા માં આવે છે. દેશના તમામ વિશ્વ વિધ્યાલયો, સરકારી ઓફિસો, સ્કૂલો વગેરે તમામ જગ્યાએ તિરંગો જંડો ફરકાવવા માં આવે છે. સ્કૂલ કોલેજો માં વિવિધ સાંસ્ક્રુતિક કાર્યક્રમો નું આયોજન થાઈ છે. અને હર્ષોલસ થી ઉજવણી કરવા માં આવે છે. અલગ અલગ જગ્યાએ સાંસ્ક્રુતિક કાર્યક્રમો નું આયોજન પણ થઈ છે. અને રાજધાની દિલ્લી માં પણ જોરશોર થી મુખ્ય કાર્યક્રમો નું આયોજન થાઈ છે. દિલ્લી માં વિજય પથ પર દેશ ની સેના પોતાની જુસ્સેદાર પરેડ ના દર્શન કરાવે છે. અને રાષ્ટ્રપતિ 21 તોપો ની સલામી જીલે છે. આમ દિલ્લી માં ખૂબ રંગે ચેંગે ઉજવણી કરવા માં આવે છે.
ગણતંત્ર દિવસે દેશ પોતાના મહાનાઇકો ને યાદ કરે છે. દેશે મહામૂલી આઝાદી મેળવવા માટે હજારો સ્વતંત્ર સેનાનીઓ ની કુરબાની આપી છે.