Saturday, 27 July, 2024

26 મી જાન્યુઆરી 

181 Views
Share :
26 મી જાન્યુઆરી 

26 મી જાન્યુઆરી 

181 Views

૧૯૫૦ ની ૨૬ મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિન, પ્રજાસતક દિન અને લોકતંત્ર દિન પણ કહેવામા આવે છે. આ ભારત નો રસ્ટ્રીય તહેવાર કહેવાય છે. આ દિવસે આપણાં દેશ માથી બ્રિટીસરો એ પોતાનું સામ્રાજ્ય સંપૂર્ણ રીતે પુર્ણ કરી ભારત ના હાથમાં દેશની સંપૂર્ણ સતા આપી તેથી આ દિવસ ને ગણતંત્ર દિન ,પ્રજાસતાક દિન તરીકે ઉજવવામાં આવે છે.

ભારત દેશ આજાદ ૧૯૪૭ માં થયો પરંતુ ૧૯૫૦ સુધી ના અંદાજે ૩ વર્ષ સુધીના ગાળા માં દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ ‘ગવર્નર જનરલ’ ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળ તા હતા. ૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ દેશ ને તેમનું કાયમી બંધારણ હતું નહીં. ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ નો અમલ થતો. ૨૯ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડો.આંબેડકર નાં
દેખરેખ હેઠળ એક મુસદ્દા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું.સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને ૪ નવેમ્બર,૧૯૪૭ નાં રોજ બંધારણ સભાસમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પેલા બંધારણ સભા નું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું, જે ૨ વર્ષ,૧૧ માસ અને ૧૮ દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી,૩૦૮ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ નાં રોજ આ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી દેશનું બંધરણ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે સર્વનું મતે ચુટાય આવ્યા. આપણાં સ્વતંત્રસેનાની ઑ એવું ઈછતા હતા કે ૨૬ મી જાન્યુઆરી ના રોજ ભારત નું બંધરણ અમલમાં આવે. આથી આ દિવાસે બંધરણ અમલમાં આવ્યું.

ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. આથી આપનો દેશ આ દીવસ ને પ્રજાસતક દિન,ગણતંત્ર દિન તરીકે ઉજવે છે.

ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતાં ભારત નું સૌથી મોટું લેખિત બંધારણ છેતેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિઓ છે. ૧૨ ભાગમાં વિભાજીત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. લોકો દ્વારા સીધા ચુટાયેલા સાંસદોની સભા લોકસભા, રાજ્યો દ્વારા ચૂટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્યસભા છે. આમ બે ગૃહ છે. અને એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે.

આમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫ માં બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી હતી. આખરે 1940 માં આ માગણી સ્વીકારાયી જે ઓગષ્ટ ઓફર તરીકે ઓળખાઈ. ભારત ની બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી. ૨૯ ઓગષ્ટ ૧૯૪૭ના રોજ ભારત માં બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા હતા.
બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકર બન્યા અને ભારત માં બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણનો અમલ થયો.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ એ ભારત દેશના ઇતીહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલંમા આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતન્ત્ર બન્યું હોય તેવું લાગ્યું. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વ્પ્ન ફળીભુત થતુ જોયુ. ૨૬ જન્યુઆરી એ રાષ્ટ્રીય રજા ગણાય છે. ભારતની રાજધાની દીલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના રાષ્ટ્ર માટેના ઉદ્‌બોધનથી શરુ થાય છે. દેશ માટે આપેલ વિરજવાનોનું બલિદાન યાદ કરે છે. જેમાં ગાંધીજી, સરદાર, ભગતસિહ, સાવરકર, ચંદ્રશેખર આજાદ, રાજ્યગુરુ, શુખદેવ, શુભાષચન્દ્રબોજ, ખુદીરામબોજ, મંગળપાંડે, તાતીયાંટોપે, નહેરુ વગેરે શહીદોને યાદ કરી આ દિવસે ભારત દેશ આ સપૂતોનું ઋણ અદા કરે છે.

26 મી જાન્યુઆરીના દિવસે બધા શાળાઓ , ઓફીસોની સરકારી રજા હોય છે રસ્તાઓ પર અઝાદીની રેલીઓ કાઢે છે. શાળાઓમાં ધ્વજવંદન થાય છે અને બાળકોને જુદી જુદી મીઠાઇ વહેચી આ રસ્ટ્રીય પર્વને દેશ માં ધામ ધૂમ થી ઉજવે છે.

આ દિવસ બંધારણીય દિવસ હોય જેથી આ દિવસે દિલ્લીના લાલ કિલ્લા પર રાસ્ટ્રધ્વજ ભારત ના રષ્ટ્રપતી ફરકાવે છે.

આપણાં દેશ માં આ દિવશે શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ આ મહોત્સવની ઉજવણી કરવા માં આવે છે એક મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે શૈક્ષણિક, રમત-ગમત અથવા અનય શૈક્ષણિક, બાબત માં સારો દેખાવ કરતા વિદ્યાર્થીઓ આ દિવસે પુરસ્કારો,ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવે છે. આમ ખાસ કરીને ભારત ની શાળા માં આ કર્યક્રમ જોરદાર રીતે ઉજવવામાં આવે છે.

આમ આ દિવસ ભાતરના બંધરણ માં ખુબજ અગત્યનો માનવમાં આવે છે.
અંતમાં જય ભારત…. જય હિન્દ… જય જય ગરવી ગુજરાત…..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *