Sunday, 22 December, 2024

ઐસી દિવાની દુનિયા

344 Views
Share :
ઐસી દિવાની દુનિયા

ઐસી દિવાની દુનિયા

344 Views

ઐસી દિવાની દુનિયા.
ઐસી દિવાની દુનિયા, ભક્તિભાવ નહિ બૂઝેજી…ઐસી દિવાની

કોઈ આવૈ તો બેટા માંગે, યહી ગુસાંઈ દીજૈ જી,
કોઈ આવૈ દુઃખકા મારા, હમ પર કિરપા કીજૈ જી… ઐસી દિવાની

કોઈ આવૈ તો દૌલત માંગૈ, ભેટ રૂપૈયા લીજૈ જી,
કોઈ કરાવૈ બ્યાહ સગાઈ, સુનત ગુસાંઈ રીઝૈ જી… ઐસી દિવાની

સાંચેકા કોઈ ગ્રાહક નાહિં, ઝૂઠે જગતપતિ જૈ જી,
કહત કબીરા સુનો ભાઈ સાધો, અજ્ઞાનીકો ક્યા કીજૈ જી… ઐસી દિવાની.

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ સાંસારિક વિષયોમાં રચ્યાપચ્યા લોકો પર આકરા પ્રહારો કરે છે. તેઓ કહે છે કે આવા લોકોમાં ભક્તિભાવનો છાંટો હોતો નથી છતાં તેઓ મંદિરોમાં કે મસ્જિદોમાં જાય છે, સંતો કે ફકીરો પાસે જઈને માથું નમાવે છે. પણ તેમ કરવાનો હેતુ દુન્યવી જ હોય છે. કોઈને પુત્ર થાય એ માટે આશીર્વાદ જોઈતા હોય છે, કોઈ પોતાના દુઃખમાંથી મુક્તિની કામના લઈને આવ્યા હોય છે. કોઈને ધનવૈભવમાં રસ હોય છે, તો કોઈને શાદી વિવાહ જેવા પ્રસંગો સરળતાથી ઉકેલાઈ જાય તેની મહેચ્છા હોય છે. ખરેખર ઈશ્વરમાં રસ ધરાવનાર, તેના સાચા ભક્ત કોઈ હોતા નથી. તેઓ તો માત્ર પોતાનું ધાર્યું પાર પડે તે માટે જયજયકાર કરતા હોય છે. કબીર સાહેબ ખેદ સાથે જણાવે છે કે આવા અજ્ઞાનીઓનું શું કરવું ?

English

aisi divani duniya.
aisi divani duniya,
bhaktibhav nahi boojheji…aisi divani

koee aavai to beta mange,
yahi gusanee dijai ji,
koee aavai duhkhaka mara,
ham par kirapa keejai ji… aisi divani

koee aavai to daulat mangai,
bhet roopaiya lijai ji,
koee karavai byah sagaee,
sunat gosai rijhai ji… aisi divani

sanche ka koi grahak nahin,
jhoothe jagatapati jai ji,
kahat Kabira suno bhai sadho,
agyaniko kya keejai ji… aisi divani.

Hindi

ऐसी दिवानी दुनिया.
ऐसी दिवानी दुनिया, भक्तिभाव नहि बूझेजी…ऐसी दिवानी

कोई आवै तो बेटा मांगे, यही गुसांई दीजै जी,
कोई आवै दुःखका मारा, हम पर किरपा कीजै जी… ऐसी दिवानी

कोई आवै तो दौलत मांगै, भेट रूपैया लीजै जी,
कोई करावै ब्याह सगाई, सुनत गुसांई रीझै जी… ऐसी दिवानी

सांचेका कोई ग्राहक नाहिं, झूठे जगतपति जै जी,
कहत कबीरा सुनो भाई साधो, अज्ञानीको क्या कीजै जी… ऐसी दिवानी

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *