Aaj Sakhi Anandni Heli Lyrics in Gujarati
By-Gujju30-05-2023
236 Views
Aaj Sakhi Anandni Heli Lyrics in Gujarati
By Gujju30-05-2023
236 Views
આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી;
મહા રે મુનિના ધ્યાનમાં નાવે, તે રે શામળિયોજી મુજને બોલાવે.
જે સુખને ભવ બ્રહ્મા રે ઇચ્છે, તે રે શામળિયોજી મુજને રે પ્રીય છે;
ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી.
તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડાં રે માણું;
જેરામ કહે સ્વામી સહેજે રે મળિયા, વાતની વાતે વા’લો અઢળક ઢળિયા.