Aaj Vagdavo Ruda Sarnayu Ne Dhol Lyrics in Gujarati
By-Gujju28-04-2023
338 Views

Aaj Vagdavo Ruda Sarnayu Ne Dhol Lyrics in Gujarati
By Gujju28-04-2023
338 Views
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ
શરણાઈઓ ને ઢોલ પ્રગટ્યા દિવડા ઝાકમઝોળ…આજ o
આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે,
સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે;
મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ,
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o
આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ…
રણાઈઓ ને ઢોલ પ્રગટ્યા દિવડા ઝાકમઝોળ…આજ o