Saturday, 13 December, 2025

Aaje Bhale Padyo Tane Mari Hare Vandho Lyrics in Gujarati

108 Views
Share :
Aaje Bhale Padyo Tane Mari Hare Vandho Lyrics in Gujarati

Aaje Bhale Padyo Tane Mari Hare Vandho Lyrics in Gujarati

108 Views

હે આજ ભલે પડ્યો તને મારી હારે વાંધો
હો આજ ભલે પડ્યો તને મારી હારે વાંધો

એ કોકની વાદે ચડીને ભલે મેલ્યો મને પડતો
હો જિંદગી આખી મરી જઈશ હું વાંઢો રે
જિંદગી આખી મરી જઈશ હું વાંઢો રે
એ કોય નઈ કરૂં બીજે ચોઈ હગપણનો સાંધો
હો આજ ભલે પડ્યો તને મારી હારે વાંધો

હો કરવી હોઈ એટલી મારી કરી લે હરાજી
પાર નઈ પડે મારા વગર ચોઈ જિંદગી તારી
હો જીવથી વધુ વાલી કરી તને મેં રાખી
તોય ખરા ટાણે મારી આબરૂ ઉપર આવી

હો તારા જેવો નથી હું કોઈ વેપારી
થોડીકે શરમ ના ભરી આ ગરીબની
એ તું ખુટી પણ નઈ ખુટે મારી ખાનદાની
હે આજ ભલે પડ્યો તને મારી હારે વાંધો

હો નથી રહ્યા હવે મારા જીવ ના ઠેકાણા
રાંધ્યા અન રજળે મારા ત્રણ ટાણાના
હો હાથ પગને હૈયું હારીને હું બેઠો
તે ચમ લીધો આવો મને મારવાતો ટેકો

હો તને જે દી મારી કિંમત હમજાશે
અડધી રાતે ડેલી મારી ખખડાવજે
એ દિલ ખોલીને તારી હોમું સમાધાન બેહીસ રે
હે આજ ભલે પડ્યો તને મારી હોમો વાંધો
એ કોકની વાદે ચડીને ભલે મેલ્યો મને પડતો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *