Aakh Mari Ughde Tya Shrijibava Dekhu Lyrics in Gujarati
By-Gujju02-05-2023

Aakh Mari Ughde Tya Shrijibava Dekhu Lyrics in Gujarati
By Gujju02-05-2023
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારૂં જીવન કૃપા એની લેખું
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારૂં જીવન કૃપા એની લેખું
શ્યામ સુંદિર પ્રભુની મુરત રૂપાળી
શ્રીજીને નીરખીને જાવું બલી હારી
હાથ રૂપાળાને બાયે બાજુ બંધ
કરમાં લીધી છે વાલે મુરલી મજાની
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારૂં જીવન કૃપા એની લેખું
શ્રીજીબાવા શ્રીજીબવા રટણ ઉચારૂં
શ્રીજીનો આનંદ મારા ઉરમાં રે આણું
યમુનાષ્ટકને કૃષ્ણાષ્ટક મારા અંતરમાં આપો
પ્રભુ તે આપી છે મને ઉડવાને પાંખો
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારૂં જીવન કૃપા એની લેખું
સર્વોતમને નવરત્ન મારૂં અઢળક નાણું
રાત દિન ગાવું મારે શ્રીનાથજીનું ગાણું
બસો બાવન વૈષ્ણવો મારા સગાને સબંધી
તૂટી માયા છૂટી મારી માયાની ગ્રંથી
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારૂં જીવન કૃપા એની લેખું
ગુજરાતીટ્રેક.કોમ
પુષ્ટી ભક્તિ વધો મારી પુરણીમા જેવી
શ્રીવલ્લભ પ્રભુ અમને આશિષ દેજો એવી
જગતના તાત મારા રુદીયામાં રેજો
નિત્ય નિત્ય નાથ મને દર્શન દેજો
આંખ મારી ઉધડે ત્યાં શ્રીજી બાવા દેખું
ધન્ય મારૂં જીવન કૃપા એની લેખું