Aanganiye Aavo Lyrics Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Aanganiye Aavo Lyrics Lyrics in Gujarati
By Gujju28-04-2023
હે માંના મંદિરમાં હું નમું લઈ અંતરમાં હામ
હે માંડી જાપ હું તારા જપું હૈયે તમારૂં નામ
હો દિલમાં છે નામ તારા રહેજો માં રૂદિયે મારા
દિલમાં છે નામ તારા રહેજો માં રૂદિયે મારા
હેત રે અમી વરસાવો
આવો રે મારા આંગણીયે એક દી આવો
આવો રે મારા આંગણીયે એક દી આવો
આજ હું તો જે કંઈ માંડી તારો આધાર છે
મારો તું આશરો માં મારો આધાર છે
કુમકુમ પગલે પધારો
આવો રે મારા આંગણીયે એક દી આવો
આવો રે મારા આંગણીયે એક દી આવો
સૂરજ સરીખું એવું તેજ નું સ્વરૂપ માંનું
ચાંદ પણ જાંખો પડે એવું માંડી રૂપ તારૂં
જોવા તને લાખો લોકો પગલાં પખાળે
પણ માંડી મારી સૌના રે દિલમાં જડે
હાજા તાજા હેમખેમ રાખજે માં દયા તારી
ધનના ભંડાર ભર્યા રાખજે માં લીલી વાડી
ભુલચુક થાય તોય રાખજે માં રેમ તારી
દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી
દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી
દયા ભર્યો હાથ તારો રાખજે માં માથે મારી
હો માંના રે ચરણમાં મને સ્વર્ગ દેખાય જો
નામ તારૂં લેતા મારા દુઃખ ટળી જાય જો
તારા દર્શનયા માંડી એકવાર થાય જો
માંગુ ના બીજું કંઈ મળી તું જો મળી જાય જો
મનમાં હું માંગ લઈને આવ્યો તારી પાસ માં
તું જ મારી પુરી કરજે આજ મારી અશ માં
હેત રે અમી વરસાવો
આવો રે મારા આંગણીયે એક દી આવો
આવો રે મારા આંગણીયે કોક દી આવો
દિલમાં છે નામ તારા રહેજો માં રૂદિયે મારા
દિલમાં છે નામ તારા રહેજો માં રૂદિયે મારા
હેત રે અમી વરસાવો
આવો રે મારા આંગણીયે એક દી આવો
આવો રે મારા આંગણીયે એક દી આવો