Sunday, 22 December, 2024

Aankh Mari Ughde Tya Sitaram Dekhu Lyrics in Gujarati

5445 Views
Share :
Aankh Mari Ughde Tya Sitaram Dekhu Lyrics in Gujarati

Aankh Mari Ughde Tya Sitaram Dekhu Lyrics in Gujarati

5445 Views

આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ  દેખું
ધન્ય મારૂં જીવન કૃપા એની લેખું
રામ કૃષ્ણ રામ કૃષ્ણ રચના ઉચ્ચારે
હરિનો આનંદ મારે અંતરે  આવે
આંખ મારી ઉઘડે…

રામાયણ ગીતા મારી અંતર આંખો
હરિ એ દીધી છે મને ઉડવાની પાંખો
રામના વિચારો મારે અઢળક નાળું
ગાવું મારે  નિશદિન રામનું  ગાણું
આંખ મારી ઉઘડે…

પ્રભુ ના ભક્તો મારે સગાને સંબંધી
છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની ગ્રંથિ  
શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી
સહુ સંતો આશિષ દેજો અમને એવા  
આંખ મારી ઉઘડે…

જેને શ્રી રામ ચરણ રસ ચાખિયો
એને રે સંસારને મિથ્યા કરી નાખીયો
એ રસ ધ્રુવને પ્રહલાદે રે ચાખ્યો
એ રસ અંબરીશે હદયમા રાખિયો
આરસને  જાણે છે સુખદેવ જોગી
કૈક જાણે છે પેલો નરસૈંયો  ભોગી
આંખ મારી ઉઘડે…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *