Thursday, 26 December, 2024

Aankhon Ne Aare Lyrics in Gujarati

122 Views
Share :
Aankhon Ne Aare Lyrics in Gujarati

Aankhon Ne Aare Lyrics in Gujarati

122 Views

આંખોંને આરે હૈયા ને દ્વારે
કંકુના પગલાં કરે
દિલના નગરમાં સપનાના ઘરમાં
રંગોના ઢગલા કરે

મનગમતા વિસામા જેવી
કોઈ ફળતા શુકનના જેવી
રાધા શ્યામના જેવી
તારી મારી પ્રીત

તારા નામની હથેળીમાં છે લકીર
રાધા શ્યામના જેવી તારી મારી પ્રીત

એક તારો ચહેરો મારો સુરજ થઇને ઉગે
જો તારો સંગ હોય તો જગ આખું આ પગમાં ઝુકે

તારા વિના અધુરી તું છે તો છે પુરી
મારી હાર કે મારી જીત
કહી દઉ આજ એટલું મારા મનના મીત

તારા નામની હથેળીમાં છે લકીર
રાધા શ્યામના જેવી તારી મારી પ્રીત

ચાહતોના નેણાં ભરી તું મને બસ ઘેરી વળી
શોધી લેજે તારામાં હું જ ક્યાં શું મારામાં
તારી ફૂંકથી બની બંસીનો ગીત

કેવું આપડું મળ્યું તું પ્રેમ સંગીત
રાધા શ્યામના જેવી તારી મારી પ્રીત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *