આશા ભર્યા તે અમે આવિયાં
By-Gujju04-05-2023
406 Views

આશા ભર્યા તે અમે આવિયાં
By Gujju04-05-2023
406 Views
આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે,
આવેલ આશા ભર્યા…… (૨)
શરદપૂનમની રાતડી ને
કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ
વૃંદા તે વનના ચોકમાં
કાંઈ નામે નટવરલાલ રે…. આવેલ
જોતાં તે વળતાં થંભિયાં
ઓલ્યા નદિયું કેરા નીર રે…. આવેલ
અષ્ટકુળ પર્વત ડોલિયા ને
ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે…. આવેલ
મે’તા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખો ચરણની પાસ રે…. આવેલ
– નરસિંહ મહેતા