Tuesday, 26 August, 2025

Aave Na Koi Mavtar Ni Tole Lyrics in Gujarati

164 Views
Share :
Aave Na Koi Mavtar Ni Tole Lyrics in Gujarati

Aave Na Koi Mavtar Ni Tole Lyrics in Gujarati

164 Views

ઓ સંતાનના સપનાઓમાં જેમને
ખુદની દુનિયા જોઈ
હો સંતાનના સપનાઓમાં જેમને
ખુદની દુનિયા જોઈ
દેવા રે એમને સુખ અને સાયબી
ખુદની ખુશીઓ ખોઈ
ઓ સહી બધા દુઃખ હસતા મોઢે
સહી બધા દુઃખ હસતા મોઢે
જે સુખના બારણાં ખોલે
આવે ના કોઈ માવતર ની તોલે
આવે ના કોઈ માવતર ની તોલે

ઓ સંતાનના સપનાઓમાં જેમને
ખુદની દુનિયા જોઈ
ખુદની દુનિયા જોઈ
વેઠીને ભારની વેદનાઓ માએ
તમને પેટમાં રાખ્યા
માથા નમાવીને ખોળા રે પાથરી
એને તમને માગ્યા
પુરા કરવા તમારા મોજ શોખ
બાપે પેટે પાટા બાંધ્યા
ફાટેલું તૂટેલું પેરીને એમને
તમને વટમાં રાખ્યા
ઓ જીવતા જાગતા દેવ માં બાપ છે
કાયમ આશિષ બોલે
આવે ના કોઈ માવતર ની તોલે
હો આવે ના કોઈ માવતર ની તોલે
ઓ સંતાનના સપનાઓમાં જેમને
ખુદની દુનિયા જોઈ
ખુદની દુનિયા જોઈ

ઓ આવે ધડપણ જયારે સ્વાર્થના શરીરને
તમે સહારો બનજો
ભૂખ્યા રહીને ખવડાવ્યું જેમને
કોળિયો એમને ધરજો
બનજો શ્રવણને તમારા માં બાપની
સેવા ચાકરી કરજો
નમશો નહિ જો ભગવાન ને તો ચાલશે
માત પિતાને નમજો
ઓ બધું ધોઈ પી લેજો ફરીથી મળશે ના કોઈ મોલે
આવે ના કોઈ માવતર ની તોલે
આવે ના કોઈ માવતર ની તોલે
આવે ના કોઈ માવતર ની તોલે
આવે ના કોઈ માવતર ની તોલે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *