Aavi Chhu Seva Ne Kaj Lyrics in Gujarati
By-Gujju02-05-2023
263 Views
Aavi Chhu Seva Ne Kaj Lyrics in Gujarati
By Gujju02-05-2023
263 Views
આવી છું સેવાને કાજ ફૂલડાં લાવી છું છાબમાં
એવા સુંદીર તો ડોલરના ફૂલ છે
બાલક્રિષ્ણ તમારે કાજ, ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવા ને કાજ…
ડોલરના ફૂલની માળા બનાવી
તુલસીના નાખીય છે પાન, ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવાને કાજ ફૂલડાં…
જીણી જીણી કાળિયોની માળા બનાવી
આરતી લઈ આવી છું સાથ, ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવાને કાજ…
શ્યામ સુંદીરની આરતી ઉતારૂં
વૈષ્ણવના મનડાં હરખાય, ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવા ને કાજ ફૂલડાં…
માધવદાસના સ્વામી શામળા
દેજો શ્રી વ્રજમાં વાસ, ફૂલડાં લાવીછું છાબમાં
આવીછું સેવાને કાજ…