Aavi Re Vevaai Ni Jaan VarRaja Dekhana Lyrics in Gujarati
By-Gujju28-04-2023
241 Views
Aavi Re Vevaai Ni Jaan VarRaja Dekhana Lyrics in Gujarati
By Gujju28-04-2023
241 Views
આવી રે વેવાઈની જાન,
વરરાજા દેખાણા,
મસ્તીમાં સૌ છે ગુલતાણ ,
જાનૈયા દેખાણા…આવી રે
વરની મા તો લાગે સદ્ધર,
વાજાં વાગેને હાલે અધ્ધર,
સૌને આપે એ બહુમાન,
જાનૈયા દેખાણા…આવી રે
વરના કાકા, વરના મામા,
પહેરીને ઊભા જરકસી જામા,
જોવા ઊમટ્ય લોક તમામ,
જાનૈયા દેખાણા…આવી રે
સાસુ વરને પોંખવા આવે,
ધુંસળ-મુસળ સાથે લાવે,
લાજે રાખી તમે રાખજો ભાન,
જાનૈયા દેખાણા… આવી રે
ઢોલ-નગારાં ને ત્રાંસા વાગે,
શરણાઈયુંના સૂર રે ગાજે,
ભલે પધાર્યા આજ મહેમાન
જાનૈયા દેખાણા…આવી રે