Tuesday, 16 July, 2024

આવે ન જાવે મરે નહિ જનમે

250 Views
Share :
આવે ન જાવે મરે નહિ જનમે

આવે ન જાવે મરે નહિ જનમે

250 Views

દર દિવાર દર્પણ ભયો, જીસ દેખું તિસ તોય,
કંકર પત્થર કિંકરી, સબ ભયો આરસી મોય…

આવે ન જાવે મરે નહિ જનમે, સોહિ નીજ પીવ હમાર હો…
ના પ્રથમ જનમીને જનમું, ના કોઈ સિરજનહારા હો… આવે ન જાવે

સાધનસિદ્ધિ મુની ના તપસી, ના કોઈ કરત આચારા હો,
ના ખટ દર્શન ચાર બરનમેં, ના આશ્રમ વ્યવહારા હો… આવે ન જાવે

ના ત્રીદેવા સોહમ શક્તિ, નિરાકારસે પારા હો,
શબ્દ અતીત અચલ અવિનાશી, ક્ષરાક્ષરસે ન્યારા હો… આવે ન જાવે

જ્યોતિ સ્વરૂપ નિરંજન નાહિ, ના ઓમ ઓમકારા હો,
ધરતી ન ગગન પવન ન પાની, ના રવિ ચંદા તારા હો… આવે ન જાવે

હૈ પ્રગટ પર દિસત નાહિ, સદગુરૂ સેન સહારા હો,
કહે કબીર સરવહી સાહેબ, પરખો પરખનહારા હો… આવે ન જાવે

– સંત કબીર

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પોતે નિરાકારની ઉપાસના કરે છે અને જેને ભજે છે તે કોઈ ધર્મ, નાતજાત, આકાર, રૂપ કે શબ્દથી પર છે એવું બતાવે છે. તેઓ એના લક્ષણ બતાવતાં કહે છે કે એ સર્વવ્યાપી છે. દર્પણમાં પણ છે, દિવાલમાં પણ છે અને કાંકરીમાં પણ છે. જ્યાં જુઓ ત્યાં સર્વત્ર બિરાજમાન છે. એનો જન્મ થતો નથી, એનું મૃત્યુ થતું નથી, એને બનાવનાર પણ કોઈ નથી કારણ એ પોતે જ સર્જનહાર છે. એ સાધક નથી, સિદ્ધ નથી, મુનિ, તપસી કે આશ્રમમાં રહેનાર પણ નથી. એ ન તો ત્રણ દેવોમાંથી કોઈ છે, એ તો શક્તિ છે, નિરાકાર છે, શબ્દથી પર, અવિચલ, અવિનાશી અને ક્ષર-અક્ષરથી પણ પર છે. એ જ્યોતિ સ્વરૂપ પણ નથી, નિરંજન પણ નથી, ન તો એ ઓમકાર સ્વરૂપ છે. ન તો એ ધરતી, ગગન, પવન પાણી કે સૂર્ય ચંદ્ર છે. એ બધે જ પ્રગટ છે પણ કોઈને દેખાતો નથી. કબીર સાહેબ કહે છે કે આવા મારા આરાધ્ય સાહેબ છે. જે એને પરખી શકે તે પરખો.

English

Dar diwar darpan bhayo, jis dekhu tis toy,
Kankar patthar kinkari, sab bhayo aarsi moy/

Aave na aave, mare nahi janme, sohi nij piv hamara ho,
Na pratham janmi ne janme, na koi sarjanhara ho.

Sadhana, siddha, muni na tapasi, na koi karat achara ho,
Na khat darshan char baran main a ashram vyavhara ho.

Na trideva soham shakti, nirakar se para ho,
Sabda atit achal avinashi, kshar akshar se nyara ho.

Jyoti swaroop niranjan nahi, na om omkara ho,
Dharti na gagan, pavan na pani, na ravi chanda tara ho.

Hai pragar par disat nahi, sadguru sain sahara ho,
Kahe kabir sarva hi sahib, parkho parkhanhara ho.

Hindi

दर दिवार दर्पण भयो, जिस देखुं तिस तोय,
कंकर पत्थर किंकरी, सब भयो आरसी मोय ।

आवे न जावे, मरे नहीं जन्मे, सोहि नीज पिय हमारा हो,
ना प्रथम जनमीने जन्मुं, ना कोई सिरजनहारा हो … आवे न जावे

साधनासिद्ध मुनी ना तपसी ना कोई करत आचारा हो,
ना खट दर्शन चार बरन में ना आश्रम व्यवहारा हो … आवे न जावे

ना त्रिदेवा सोहम शक्ति, निराकार से पारा हो,
शब्द अतीत अचल अविनाशी, क्षर अक्षर से न्यारा हो ….आवे न जावे

ज्योति स्वरूप निरंजन नाहि, ना ओम ओमकारा हो,
धरती न गगन पवन न पानी, ना रवि चंदा तारा हो … आवे न जावे

है प्रगट पर दिसत नाहि, सदगुरु सैन सहारा हो,
कहे कबीर सर्व ही साहेब, परखो परखनहारा हो … आवे न जावे

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *