Wednesday, 20 November, 2024

અઢી મહિનામાં જ અયોધ્યા રામ મંદિર બન્યું ટોપ ડેસ્ટીનેશન

233 Views
Share :
Adhi mahinama j Ayodhya banyu top destination

અઢી મહિનામાં જ અયોધ્યા રામ મંદિર બન્યું ટોપ ડેસ્ટીનેશન

233 Views

22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારથી દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. આમ તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અઢી મહિના જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં દરરોજ અઢી લાખ ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. તેમજ ઉનાળાના વેકેશનમાં આ સંખ્યામાં વધારો જોવા મળશે. તેમજ એરલાઈન્સ ટ્રાવેલ એજન્ટ્સનું પણ કહેવું છે કે અયોધ્યા પ્રવાસીઓનું પ્રથમ પ્રિય સ્થળ બની ગયું છે.

ઉનાળામાં અયોધ્યાના પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના

વર્તમાન સમયમાં દરરોજ 1.5 લાખથી વધુ ભક્તો રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. જેથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે દેશમાં ઉનાળુ વેકેશનનો સૌથી વધુ ક્રેઝ અયોધ્યા માટે છે. જેને ધ્યાનમાં લેતા અયોધ્યા એરપોર્ટ પર ટેક ઓફ અને લેન્ડિંગનો સમય બે કલાક વધારવામાં આવ્યો છે. સામાન્ય રીતે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન દિવસ દરમિયાન જ થાય છે, પરંતુ વધતા હવાઈ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તેને દરરોજ સાંજે 5 વાગ્યાથી વધારીને 7 વાગ્યા સુધી કરવામાં આવી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *