Monday, 16 September, 2024

Adhyay 2, Pada 2, Verse 01-02

109 Views
Share :
Adhyay 2,  							Pada 2, Verse 01-02

Adhyay 2, Pada 2, Verse 01-02

109 Views

१. रचनानुपपत्तेश्च नानुमानम्  ।

અર્થ
ચ = વળી.
અનુમાનમ્ = કેવળ  અનુમાન છે તે પ્રધાન.
ન = જગતનું કારણ નથી.
રચનાનુપત્તેઃ = એની દ્વારા જુદી જુદી રચનાનો સંભવ નથી. માટે.

ભાવાર્થ
પ્રધાન અથવા પ્રકૃતિ જડ છે અને પરબ્રહ્મ પરમાત્માથી અલગ અસ્તિત્વ નથી ધરાવતી. તે જગતનું કારણ કેવી રીતે હોઈ શકે ? વિદ્વાનો તેનો જગતના કારણ તરીકે કદી પણ સ્વીકાર ના કરી શકે. જડ પ્રકૃતિ કે પ્રધાન જગતની રચનામાં પોતાની મેળે પ્રવૃત્ત કેવી રીતે થઈ શકે ? ચેતનની મદદ વિના જડ વસ્તુ પોતાની મેળે જ કાર્યરત નથી બની શકતી એવું જગતમાં પણ જોઈ શકાય છે. તો પછી આટલા બધા વિશાળ વિશ્વની અને એના વિવિધ પદાર્થોની રચના જડ પ્રકૃતિ કે પ્રધાન ના જ કરી શકે એ દેખીતું છે.
સૂર્યચંદ્રાદિ ગ્રહનક્ષેત્રોનું અને આટલા બધા આકર્ષક, સુંદર અને આશ્ચર્યકારક મનુષ્ય શરીરનું નિર્માણ કરનારી ચેતના કોઈ સાધારણ ચેતના તો નહિ જ હોય. એ તો સામાન્ય માનવ પણ સહેલાઈથી સમજી શકે છે. આ જગત રચના પરમાત્મારૂપી કુશળ કળાત્મક કારીગરની જ કલ્પનાશક્તિનું સુ-પરિણામ છે એમાં સંદેહ નથી.

२. प्रवृत्तेश्वच ।

અર્થ
પ્રવૃત્તિઃ = જગતની રચના માટે પ્રકૃતિ પ્રવૃત્ત થાય છે એવું.
ચ = પણ. (સિદ્ધ નથી થતું).

ભાવાર્થ
સાંખ્યમતમાં માન્યા મુજબ સત્વ, રજ તથા તમ એ ત્રણે ગુણોની સામ્યાવસ્થાનું નામ પ્રધાન અથવા પ્રકૃતિ છે. सत्वरजस्तमसां साम्मावस्था प्रकृतिः । (સાંખ્યદર્શન) પ્રધાન અથવા પ્રકૃતિ એવી રીતે જડ હોવાથી ચેતનની મદદ વિના પોતાની મેળે જગતના રચના કાર્યમાં પ્રવૃત્ત ના થઈ શકે. કોઈ પણ જડ પદાર્થ એવી રીતે ચેતનની મદદ વિના કોઈ પણ કાર્ય કરતો નથી દેખાતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *