Friday, 26 July, 2024

Adhyay 3, Pada 4, Verse 37-39

109 Views
Share :
Adhyay 3,  							Pada 4, Verse 37-39

Adhyay 3, Pada 4, Verse 37-39

109 Views

३७. अपि च स्मर्यते ।

અર્થ
અપિ ચ = એ ઉપરાંત.
સ્મર્યતે = સ્મૃતિમાં પણ એવું કહેલું છે.

ભાવાર્થ
ગીતા તથા ભાગવત જેવા ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાનની શરણાગતિ અથવા ભક્તિ સૌને માટે કલ્યાણકારક છે. ગીતાના નવમાં અધ્યાયમાં ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે મારૂં શરણ લઈને જે પાપયોનિમાં પડેલા જીવો છે તે તથા સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો પણ તરી જાય છે ને પરમગતિને પામી લે છે, તો પછી પુણ્યશાળી પવિત્ર બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓનું તો કહેવું જ શું ? ભાગવતના બીજા સ્કંધમાં પણ કહેવામાં આવ્યું છે કે કિરાત, હુણ, આન્ધ્ર, પુલિન્દ, પુલ્કસ, આભીર, કંક્ર, યવન, ખસ અને બીજાં પાપયોનિમાં પડેલા મનુષ્યો જેમના શરણથી શુદ્ધ બનીને પરમાત્માને પામી લે છે તે સર્વશક્તિમાન ભગવાનને પ્રણામ હો.

३८. विशेषानुग्रहश्च ।

અર્થ
ચ = એ ઉપરાંત.
વિશેષાનુગ્રહઃ = ભગવાનની ભક્તિથી ભગવાનનો વિશેષ અનુગ્રહ થાય છે.

ભાવાર્થ
જે ભગવાનનું સાચા દિલથી શરણ લે છે અને ભગવાનની ભક્તિનો આધાર લે છે એવા જીવોનો ભગવાનની સાથે સંબંધ બંધાય છે. એ સ્નેહસંબંધ જેમ જેમ ગાઢ બનતો જાય છે તેમ તેમ એમને ભગવાનની વિલક્ષણ અને વિશેષ કૃપાનો લાભ મળી રહે છે. એથી એમના જીવનમાં નવીન શક્તિ, શાંતિ, નિશ્ચિંતતા અને શ્રદ્ધાભક્તિનો સંચાર થાય છે. એમનો સાધનારૂપી માર્ગ અત્યંત સરળ અને સુખમય બની જાય છે. ભગવાન એમની ભક્તિથી પ્રસન્ન થઈને એમના જીવનનાં પ્રલોભનોને દુર કરે છે, એમને પદે પદે રક્ષે છે, અને એમના સઘળા લાડકોડ પૂરા કરે છે.

३९. अतस्त्वतरज्यावो  लिङ्गाश्च ।

અર્થ
અતઃ = ઉપર કહેલાં સઘળાં કારણોને લીધે.
ઈતરજ્યાઃ = બીજાં સાધન કરતાં ભગવાનની ભક્તિનું સાધન શ્રેષ્ઠ છે.
તુ = એ ઉપરાંત.
લિંગાત્ = લક્ષણોથી અથવા સ્મૃતિપ્રમાણથી.
ચ = પણ. (એવું સાબિત થાય છે.)

ભાવાર્થ
ભગવાનની ભક્તિનો માર્ગ બીજા બધા જ સાધનામાર્ગો કરતાં શ્રેષ્ઠ છે. એ માર્ગે આગળ વધનારને બીજી બધી રીતે લાભ થાય છે એ વાત અત્યાર સુધી કહેવાઈ ચૂકી. સ્મૃતિગ્રંથો એનું સમર્થન કરે છે. નારદ ભક્તિસૂત્રમાં કહ્યું છે કે ભક્તિ કર્મ, જ્ઞાન તથા યોગથી પણ વિશેષ અથવા ઉત્તમ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *