Saturday, 7 September, 2024

Adhyay 4, Pada 2, Verse 13-15

150 Views
Share :
Adhyay 4,  							Pada 2, Verse 13-15

Adhyay 4, Pada 2, Verse 13-15

150 Views

१३. स्पष्टो ह्येकेषाम्  ।

અર્થ
એકેષામ્ = એક શાખાવાળાની શ્રુતિમાં.
સ્પષ્ટઃ = શરીરથી પ્રાણો ઉત્ક્રમણ નથી કરતા એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે.
હિ  = એટલા માટે (સિદ્ધ થાય છે કે એનું ગમન નથી થતું.)

ભાવાર્થ
આ સૂત્રમાં પૂર્વપક્ષીની એ વિચારધારાનો ઉત્તર આપવામાં આવે છે. એ ઉત્તરનો સાર એ જ છે કે આપ્તકામ મહાપુરૂષનું લોકાંતરમાં ગમન નથી થતું. બૃહદારણ્યક ઉપનિષદમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે अत्र ब्रह्म समश्नुते । ‘એ મહાપુરૂષ અહીં જ બ્રહ્મને મેળવી લે છે.’

નૃસિંહોપનિષદમાં કહ્યું છે न तस्य प्राणा उत्क्रामन्ति । એટલે કે એ મહાપુરૂષના પ્રાણ ઉત્ક્રમણ નથી કરતા. ત્યાં જ વિલિન થઈ જાય છે. તે બ્રહ્મરૂપ બનીને બ્રહ્મને પ્રાપ્ત થાય છે.

१४. स्मर्यते च ।

અર્થ
ચ = અને.
સ્મર્યતે = સ્મૃતિ દ્વારા પણ (એવું પુરવાર થાય છે.)

ભાવાર્થ
સ્મૃતિ ગ્રંથોના ઉલ્લેખ પરથી એ વાતને સમર્થન મળે છે કે અહીં જ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે તેનું બીજા કોઈ લોકમાં ગમન નથી થતું. જેમને પરમાત્માની પ્રાપ્તિ નથી થતી અને બીજા લોકમાં જવું પડે છે તે સૂક્ષ્મ તત્વોને લઈને જ બીજા લોકમાં પ્રયાણ કરે છે. ભગવદ્ ગીતામાં એ વાત કહેવામાં આવી છે.

१५. तानि परे तथा ह्याह ।

અર્થ
તાનિ = એ પ્રાણ, અંતઃકરણ, પાંચ સૂક્ષ્મ ભૂત અને ઈન્દ્રિયો સઘળાં.
પરે = એ પરમાત્મામાં વિલીન થાય છે.
હિ = કારણ કે.
તથા = એવું જ.
આહ = શ્રુતિ જણાવે છે.

ભાવાર્થ
મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘એ મહાપુરૂષનો દેહપાત થાય છે ત્યારે પંદર કળાઓ અને મન સાથે સઘળી ઈન્દ્રિયોના દેવતા એ સર્વે પોતપોતાના અભિમાની દેવતાઓમાં સ્થિત થાય છે. એમની સાથે જીવનમુક્ત મહાપુરૂષનો કોઈ સંબંધ નથી રહેતો. એ પછી વિજ્ઞાનમય જીવાત્મા, એનાં સઘળાં કર્મો તેમ જ ઉપર્યુક્ત બધા જ દેવતા, સૌ પરમાત્મામાં વિલીન થઈ જાય છે.’ શ્રુતિના એ વર્ણન પરથી સિદ્ધ થાય છે કે જે મહાપુરૂષ પોતાના જીવનકાળ દરમિયાન જ પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે તે સ્થૂળ શરીરનો પરિત્યાગ કરે છે ત્યારે બીજે ક્યાંય જવાને બદલે પરમાત્મામાં જ વિલીન થઈ જાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *