Adhyay 4, Pada 2, Verse 16-18
By-Gujju29-04-2023
Adhyay 4, Pada 2, Verse 16-18
By Gujju29-04-2023
१६. अविभागो वचनात् ।
અર્થ
વચનાત્ = શ્રુતિના કથનથી (જણાય છે કે.)
અવિભાગઃ = વિભાગ નથી રહેતો.
ભાવાર્થ
પરમાત્મદર્શી મહાપુરૂષ શરીર સંબંધી સઘળાં તત્વો સાથે પરમાત્મામાં કેવી રીતે સ્થિતિ કરે છે એવી સહજ જિજ્ઞાસાના જવાબરૂપે આ સૂત્રની રચના થઈ છે. મૃત્યુ વખતે સામાન્ય જીવો પરમાત્મામાં સ્થિત થાય છે અને પોતાના કર્મોને અનુસરીને જુદી જુદી યોનિમાં જન્મ પામે છે. એમની સ્થિતિ પરમાત્મામાં થાય છે તો પણ એ પરમાત્મામાં વિલિન થવાને બદલે પરમાત્માથી પ્રલયકાળની અવસ્થાની પેઠે અલગ રહે છે. પરંતુ પરમાત્માદર્શી મહાપુરૂષ તો પરમાત્મામાં સઘળાં તત્વો સાથે વિલીન થાય છે. એ સર્વ પ્રકારના નાના કે મોટા વિભાગોમાંથી મુક્તિ મેળવીને પોતાના મૂળ કારણરૂપ પરમાત્મામાં મળી જાય છે અને એકાકાર થાય છે. અગ્નિના અંગારા જેવી રીતે અગ્નિની વિશાળ જ્વાળામાં સમાઈ જાય છે અને પોતાના અલગ અસ્તિત્વમાંથી મુક્તિ મેળવે છે. તેવી રીતે. तदोकोङग्रज्वलनं तत्प्रकाशितद्वारो विद्यासामर्थ्यात्तच्छेष ।
—
१७. गत्यनुस्मृतियोगाच हार्दानुगृहीतः शताधिकया ।
અર્થ
સ્થૂળ શરીરમાંથી બહાર નીકળતી (વખતે)
તદોકોડગ્રજ્વલનમ્ = એ જીવાત્માના આવાસસ્થાન હૃદયના અગ્રભાગમાં પ્રકાશ થઈ જાય છે.
તત્પ્રકાશિતદ્વારઃ = એ પ્રકાશથી જેનું બહાર નીકળવાનું દ્વાર પ્રકાશિત થઈ ગયું છે એ પરમાત્મદર્શી પુરૂષ.
વિદ્યાસામર્થ્યાત્ = બ્રહ્મવિદ્યાના પ્રભાવથી.
ચ = અને.
તચ્છેષગત્યનુસ્મૃતિયોગાત્ = એ વિદ્યાના અંતિમ જેવા બ્રહ્મલોકના ગમનવિષયક સંસ્કારની સ્મૃતિના યોગથી.
હાર્દાનુગૃહીતઃ = હૃદયસ્થ પરમાત્માની પરમકૃપાથી સંપન્ન બનીને.
શતાધિકયા = સો નાડીઓથી વિશિષ્ટ જે એક બીજી સુષુમ્ણા નાડી છે એની દ્વારા (બ્રહ્મરંધ્રથી બહાર નીકળે છે.)
ભાવાર્થ
પરમાત્મદર્શી બ્રહ્મજ્ઞાની મહાપુરૂષ સૂક્ષ્મ શરીરમાં સ્થિત થઈને કેવી રીતે બ્રહ્મલોકમાં ગમન કરે છે તે જણાવતાં આ સૂત્રમાં કહેવામાં આવે છે કે એવા મહાપુરૂષના હૃદયના અગ્રભાગમાં પ્રકટનારા પ્રકાશથી પ્રકાશિત બ્રહ્મરંધ્રના માર્ગથી, સુષુમ્ણા નાડી દ્વારા એ મહાપુરૂષ બહાર નીકળે છે. એ વખતે એના સૂક્ષ્મ મનમાં બ્રહ્મલોકની પ્રાપ્તિની સ્મૃતિ તાજી થાય છે. એ સ્મૃતિ એને આગળ વધવા પ્રેરિત કરે છે અને પરમાત્માની પરમકૃપાથી સંપન્ન બનીને એ સૂર્યનાં કિરણોમાં જઈ પહોંચે છે.
—
१८. रश्म्यनुसारी ।
અર્થ
રશ્મ્યનુસારી = સૂર્યનાં કિરણોમાં રહીને એમનું અવલંબન લઈને.
ભાવાર્થ
સૂર્યના કિરણોમાં સુ-સૂક્ષ્મરૂપે પ્રવેશેલો અથવા પ્રતિષ્ઠિત થયેલો એ મહાપુરૂષ એ કિરણોનો આધાર લઈને સૂર્યલોકના દિવ્ય દ્વારથી બ્રહ્મલોકમાં પ્રવેશે છે. સૂર્યલોક પરમાત્મદર્શી મહાપુરૂષોને માટે બ્રહ્મલોકમાં જવાનું એકમાત્ર દ્વાર છે. એવી રીતે બ્રહ્મલોકમાં પહોંચનારા મહાપુરૂષને જરા પણ વિલંબ નથી લાગતો. આંખ મીંચીને ઉઘાડીએ એટલીવારમાં જ એ ત્યાં જઈ પહોંચે છે.