Monday, 18 November, 2024

Ae To Kudrat Na Hath Ma Lyrics in Gujarati

85 Views
Share :
Ae To Kudrat Na Hath Ma Lyrics in Gujarati

Ae To Kudrat Na Hath Ma Lyrics in Gujarati

85 Views

હો માગ્યું મોત મળે ના …
એ ગોંડી મારી માગ્યું મોત મળે ના એતો કુદરતના હાથમાં
અરે જિંદગી બગાડી તમે ફરો બીજાની સાથમાં
હે મારી હાઈ લાગશે હે કુદરત ન્યાય માગશે
મારી હાઈ લાગશે હે કુદરત ન્યાય માગશે
મને મેલી રહો બીજાની બાથમાં
અરે રૂપિયા ભાળી તમે બેઠા બીજાની વેલમાં
હો ભોળી હમજીને હું તો આવી ગયો તારી વાતમાં
ગોંડી આવી ગયો તારી વાતમાં

હો ભુલી રે ગઈ છે તું પ્રિત્યુની વાતો
અધવચ્ચે છુટી ગઈ મારી મુલાકાતો
હો …જા જા દગાળી તને નોતી આવી ધારી
તોડી ગયા છો તમે દિલનો આ નાતો
હો યાદ મારી આવશે અડધી રાતે જાગશે
યાદ મારી આવશે અડધી રાતે જાગશે
ત્યારે નઈ હોઈ કોઈ તારી સંગાથમાં
હો કાળજા બાળી સેના ફરો તમે ફોમમાં
એ ગોંડી સાથ તારો છુટ્યો હું તો ફરૂ છુ બેભાનમાં
એ ગોંડી હવે થાય કે પડુ હું ડેમમાં

હો જીવથી વધારે મેં વિશ્વાશ મેલ્યો
તું હતી પ્રેમ મારો પેલ્લોને છેલ્લો ગોંડી
હો તુટ્યો વિશ્વાસ જોઈ બીજાની સાથમાં
આવો તે ખેલ કેમ ખેલ્યો મારી સંગમાં
હો દિલ તારૂં તોડશે તને એકલી મુકશે
દિલ તારૂં તોડશે તને એકલી મુકશે
તને હમજાસે કેવા હૈયા બળે રાખમાં
હે ગોંડી મારી માગ્યું મોત મળે ના એતો કુદરતના હાથમાં

હો  જિંદગી બગાડી તમે ફરો બીજાની સાથમાં
તમે ફરો બીજાની સાથમાં
હે તમે બેઠા બીજાની સીટમાં
હે તમે બેઠા બીજાના બુલેટમાં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *