Sunday, 22 December, 2024

Aevi Shreenathji Ni Maya Lyrics in Gujarati

261 Views
Share :
Aevi Shreenathji Ni Maya Lyrics in Gujarati

Aevi Shreenathji Ni Maya Lyrics in Gujarati

261 Views

જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા
જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા

જેવી મોગરાની માળા એવા શ્રીનાથજી રૂપાળા
જેવા જમુનાજીના પાણી આવી શ્રીનાથજીની વાણી

જેવો સુરજ નભમાં રાજે એવા શ્રીનાથજી બિરાજે
જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા

જેવી વર્ષા જગને રંગે એવા શ્રીનાથજી સૌવ સંગે
જેવા તુષાર બિંદુ ચમકે એવા શ્રીનાથજી તો દમકે

જેવી ફૂલ તણી ફૂલવાડી એવા શ્રીનાથજી સુખાકારી
જેવો ઇન્દ્રધનુષ સતરંગી એવા શ્રીનાથજી મનરંગી
જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા

જેવા કેસરિયા કેસુડા એવા શ્રીનાથજી છે રૂડા
જેવી ઝરમર ઝરમર હેલી આવી શ્રીનાથજી હવેલી
જેવી ચંદ્ર કિરણની સાતા તેવા શ્રીનાથજી છે દાતા
જેવા નટખટ નંદના લાલા એવા શ્રીનાથજી સૌના વાલા
જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા

જેવા કલકલ કરતા ઝરણાં એવા શ્રીનાથજી દુઃખ હરણાં
જેવા ધરતી ઉપર તરણા એવા શ્રીનાથજી સુખ કરણા
જેવા ઝુલતા રે ડોલરિયા એવી શ્રીજીની મોરલીયા
જેવા તોરણિયે ગલગોટા એવા શ્રીજીના મન મોટા
જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા

જેવા પર્ણ કચુંને સંગે એવા યમુનાજી છે સંગે
જેવી રંજની તારા વાળી શ્રીજીની સેજ સુંવાળી
જેવા આસોપાલવ ડોલે તેવા શ્રીજી જુલા જુલે
જેવા જીવન રસના ભાથા એવી શ્રીનાથજીની ગાથા
જેવી કદમ કેરી છાયા એવી શ્રીનાથજીની માયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *