Sunday, 22 December, 2024

Ajvala Mari Mata Na Thata Lyrics in Gujarati

246 Views
Share :
Ajvala Mari Mata Na Thata Lyrics in Gujarati

Ajvala Mari Mata Na Thata Lyrics in Gujarati

246 Views

ગઢ કડી નમાવ્યો ભુપ ભમાવ્યો
સુબો આવ્યો શીર નમાવી
નકોપ સમાવ્યો શંખ બજાવ્યો
જગત જમાવ્યો જસ જામ્યો
ઓખાઈ રમાવ્યો નાચ નચાવ્યો
ખુબ ખેલાવ્યો ખેધાડી
ઓખાધર વાળી
દેવ દાઢાડી
જય માઁ મોગલ
મછરાળી માઁ
જય માઁ મોગલ
મછરાળી

માઁ ના હાથના
માઁ ના હાથના
હો
માઁ ના હાથના
કુમ કુમ હાથના
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
અજવાળા મારી
માતા ના થાતા
વેણ ને વધાવે
પાટે આવે મારી માતા
પડે જ્યાં પગલા માઁ ના
સ્વર્ગ થઈ જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)

માડી
હા
હે માડી
માડી
કંકુ કેરા
થાપા પાડી
અજવાળા કરે
હેઠે પડેલા ને
જટ ઉભા કરે
માઁ નુ વેણ પડે
ત્યાં તો તમામ
અશુભ ઘડીયો
પગલા પાછા કરે
થાય પાણી મા રસ્તા
માડી ની મમતા
જેને ફળે
એના મોઢે સદા
ખાલી સ્મિત જડે
એવો માડી નો સ્નેહ
માડી નો વ્હાલ
જમો નેવજ ને
કરી દો હાંકલ
આવે તો
તુટી જાય
બધીયે હાંકળ
ખુશી ના આંસુથી
પલડે પાંપણ
પલડે આંખ
વરસે આભ એ
રમો માડી
વાગે રૂડા
આ ડમ્મર ડાક

એ વાગે ડમ્મર ડાક
રમો રે રમો
હાકલે રે ડાકલે
મધ રાતે રમો
વાગે ડમ્મર ડાક
રમો રે રમો
હાકલે ને ડાકલે
મધ રાતે રમો
જેડું રે રતન રતન ઈ
ચામુંડ રમો
ઘીની ચોડી લાપસી
માઁ નેવદ જમો
હે માઁના દર્શન થી
હૈયા હરખાતા

માઁના દર્શન થી
હૈયા હરખાતા
તારા નામ લેતા
દુઃખ ટડી જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)
હે માઁ ના હાથના
કુમ કુમ હાથના
હો
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
માઁ ના પડે
જ્યાં કુમ કુમ થાપા
અજવાળા મારી
માતા ના થાતા (2)

આંખ બંધ કરું
હામે ભાળું મારી
માઁ
માઁ…
મોત ને આવતી રોકે
એવી મારી
માઁ
માઁ…
જેનો માથે હાથ
સાજા કરે બીમાર ને
હાજરા હજૂર એ
લેતી હંભાળ ને
અખૂટ ભંડાર જે
આપતી બાળ ને
ગમે ચૂડલો
લાલ કંકુ
શ્રીંગાર ને
જેનો જયકરો
બેકારો કરે લખાણ ને
વિધિ ના
જેની વિધિ ના મંત્ર
ફેરવે ચડ્યંત્ર
મેલી વિદ્યા
જેના પગ નીચે બંધક
અજવાળા હૈયા મા
આપી દે ઠંડક
જેના પગ તળે
આવી જાય શંકર

હા
ઢોલ નગારા વાગે
ધ્રિબક
ધ્રિબક
કહે છોરુડા ને માઁ
ખમ્મા રે ખમ્મા
રાખે મારી લાજુ માઁ
ઝાઝી રે ખમ્મા
જગ જનની ને  
માઁ ઘણી રે ખમ્મા
હે માઁના ધૂપ ધુમાડા
જ્યાં થાતા (2)
એના દુઃખ દરિદ્ર
મટી જાતા
અજવાળા મારી
માતા ના થાતા (2)
હે માઁ ના હાથના
કુમ કુમ હાથના
હો
માઁ ના હાથના
પડે જ્યાં છાપા
માઁ ના પડે
જ્યાં કુમ કુમ થાપા
અજવાળા મારી
માતા ના થાતા (3)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *