એક નદીની આત્મકથા નિબંધ
By-Gujju05-10-2023
એક નદીની આત્મકથા નિબંધ
By Gujju05-10-2023
અરે ભાઈ ! તમે મારું સૌંદર્ય નિહાળીને કયા વિચારોમાં ખોવાઈ ગયા છો? મારું જીવન સુખ-દુઃખ તેમજ ચડતી-પડતીથી ભરેલું છે. મારી જીવનકથા રસપ્રદ છે. તમે મારી જીવનકથા સાંભળશો તો મને આનંદ થશે.
મારો જન્મ એક પર્વતના ઊંચા શિખર પર થયો હતો. ત્યાં હું એક નાના ઝરણા સ્વરૂપે જન્મી હતી. મારા પિતા પર્વતની ગોદમાં નાચતી-કૂદતી હું નીચે આવી અને પછી સપાટ મેદાનમાં વહેવા લાગી.
મેદાનમાં આવતાં મને મારી અનેક બહેનો મળી. આથી મારું સ્વરૂપ બદલાઈ ગયું. હું નદી સ્વરૂપે વહેવા લાગી. હું શાંત અને ધીરગંભીર બની ગઈ. હવે હું મારા પતિદેવ સાગરને મળવા અધીરી બની ગઈ હતી. આથી, હું વેગથી વહેતી વહેતી સાગરને મળી અને તેમાં ભળી ગઈ. આમ, મારું સ્વપ્ન સાકાર થઈ ગયું.
મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણનાં અનેક કામ કરું છું. મારા બંને કાંઠે ઘણા લોકો વસે છે. પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારા કાંઠે જ થયો હતો. હું લોકોની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરું છું. હવા પછીની તરતની જરૂરિયાત તે પાણી. લોકો મારું પાણી પીએ છે. તેમજ મારા પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવામાં, ઢોરોને નવડાવવામાં અને સિંચાઈમાં કરે છે. આ રીતે હું લોકોને મા જેટલી જ ઉપયોગી થાઉં છું એટલે લોકોએ મારું નામ ‘લોકમાતા’ પાડ્યું છે.
હું ચોમાસામાં મારા પ્રવાહ સાથે કાંપ ઘસડી લાવું છું અને તેને આજુબાજુનાં મેદાનોમાં પાથરું છું. આથી ત્યાંની જમીન અધિક ફળદ્રુપ બને છે. એને લીધે અનાજનું ઉત્પાદન વધે છે. આમ, હવા અને પાણી પછીની જરૂરિયાત ખોરાક, પૂરો પાડવામાંય મારો મોટો ફાળો છે.
સરકારે મારા પ્રવાહની આડે એક બંધ બંધાવ્યો છે. આથી મારો પ્રવાહ ધોધરૂપે પડે છે. તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી વડે ઘણાં ગામડાં અને શહેરો રાતે રોશનીથી ઝળહળી ઊઠે છે. બંધને લીધે એક સુંદર સરોવર બન્યું.