Akhnadvar Ne Vari Lyrics in Gujarati
By-Gujju08-06-2023
144 Views

Akhnadvar Ne Vari Lyrics in Gujarati
By Gujju08-06-2023
144 Views
અખંડ વરને વરી,
સાહેલી હું તો અખંડ વરને વરી,
ભવસાગર માં મહાદુઃખ પામી,
લખ ચોર્યાશી ફરી,…સહેલી હું…
સંસાર સર્વે ભયંકર કાળો,
તે દેખી થર થરી,
કુટુંબ સહોદર સ્વાર્થીસર્વે,
પ્રપંચને પરહરી,…સહેલી હું…
જનમ ધરીને સંતાપ વેઠ્યા,
ઘરનો તે ધંધો કરી,
સંતજગત માં મહાસુખ પામી,
બેઠી ઠેકાણે ઠરી,…સહેલી હું…
સદગુરૂની પુરાણ કૃપાથી,
ભવસાગર હું તરી,
બાઈમીરા કહે પ્રભુ ગિરિધર નાગર
સંતોના ચરણે પડી,…સહેલી હું…