Monday, 9 December, 2024

અળસીના ફાયદા 

578 Views
Share :
અળસીના ફાયદા 

અળસીના ફાયદા 

578 Views

અલસી(Flax Seed)  જે સામાન્ય રીતે બજાર ની અંદર સરળતા થી મડી રહે છે સામાન્ય રીતે બહુ ઓછા લોકો તેનું સેવન કરે છે આજે અમે તમને અલસી  ના કેટલાક ફાયદા જણાવીશું,અળસી ખાવાના ફાયદા,Alsi Khavana Fayda .

અળસી હવે તો ઘર ઘર માં ખવાતી હોય છે. આમ તો આપણે બધા અળસી નો મુખવાસ તરીકે વધારે ઉપયોગ કરીએ છીએ, પણ શું તમે જાણો છો આ નાના નાના બીજ બીજી ઘણી બીમારીઓ માં અસરકારક સાબિત થાય છે? હા અળસી નો ઉપયોગ બીજા રોગો મટાડવામાં કરી શકાય છે.

તો ચાલો જાણો તેના રોગો મટાડવા માટે ની જાણકારી અને બનાવો તમારા પરિવાર ને સ્વસ્થ. આજ ના આ લેખ માં તમને અળસી ના ફાયદા,ઉપયોગ, તેના ગુણ, વિષે સંપૂર્ણ જાણકારી મળશે.

અળસી નું બીજું નામ ટીસી છે. આ એક જડીબુટ્ટી છે. અલગ અલગ જગ્યા ના વાતાવરણ પ્રમાણે તેના રૂપ રંગ અને આકાર માં ફર્ક હોય છે.

અળસી ખાવાના ફાયદા

ગુણો થી ભરપૂર હોય છે અલસી

અલસી ના બીજ ની અંદર પ્રોટીન, ફાઈબર, હેલ્થી ફેટ, કેલ્સિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ખુબજ ગુણકારી તત્ત્વો ભરપૂર પ્રમાણમા હોય છે જે તમારી ઇમયુન સિસ્ટમ ને બુસ્ટ કરવામાં મદદ કરે છે તેની અંદર મડી આવતું ફાઈબર પાચન અને મેટબોલીસમ ને સુધરે છે.

કાન માં આવેલા સોજા ને પણ દૂર કરે છે અળસી.

કાન માં આવેલા સોજા માં અળસી માં રહેલા ગુણ જલ્દી જ અસર કરે છે. તેના માટે તમારે ડુંગળી ના રસ માં અળસી ને પકાવો.પછી ગાળી લો. ત્યારબાદ ૧ થી ૨ ટીપા કાન માં નાખો. કાન માં આવેલો સોજો જલ્દી થી મટી જશે.

બવાસીર માં અળસી ના તેલ નો ઉપયોગ.

૫ થી ૭ મિલી અળસી ના તેલ નું સેવન કરવું. આનાથી કબજિયાત થશે નહિ.અને બવાસીર માં ફાયદો થશે, Alsi Khavana Fayda.

આંખો માટે અળસી નો ઉપયોગ.

આંખો ની સમસ્યા જેવી કે આંખ આવી જવી, આંખો પર સોજા આવી જવા, આંખો લાલ થઇ જવી.. વગેરે સમસ્યા માં અળસી ના પાણી નો ઉપયોગ ફાયદાકારક સાબિત થઇ સકે છે. એના માટે અળસી ને પાણી માં પલાળી નાખો હવે આ પાણી વડે આંખો ને ધોવો. આનાથી આ બધી સમસ્યા માં રાહત મળી જાય છે.

ઉધરસ અને શ્વાસ ની બીમારી માં રામબાણ ઈલાજ.

૩ ગ્રામ અળસી ના પાવડર માં ૨૫૦ ગ્રામ ગરમ પાણી  મિલાવી ને ૧ કલાક માટે રહેવા દો.પછી આ પાણી માં સાકર નાખી ને પીવો. સુકી ઉધરસ માં અને અસ્થમા માં જલ્દી અસર કરે છે.

૫ ગ્રામ અળસી ને ૫૦મિલિ પાણી સાથે રાત્રે  મિલાવી ને પલળવા દો. પછી સવારે આ પાણી પીવો. સવારે પલાળેલું પાણી સાંજે અને સાંજે પલાળેલું પાણી સવારે પીવો.

અળસી ના બીજ ને સેકી ને પીસી લો. તેમાં સાકર મિલાવીને અથવા મધ સાથે ચાટી જાઓ. ઉધરસ માં જરૂર થી ફાયદો થાય છે.

અળસી ખાવાના ફાયદા અનિદ્રા ની બીમારી મા 

જે વ્યક્તિઓ ને ઊંઘ ના આવવાની તકલીફ હોય એ લોકો એ, અળસી અને એરંડિયા તેલ ને  કાસા ની થાળી માં બરાબર માત્રા માં લઇ ને થાળી માં જ સારી રીતે પીસી લો. આંખો માં આંજણ ની જેમ લગાવા થી સારી ઊંઘ આવે છે.

માથા ના દુખાવામાં રાહત અપાવે છે અળસી.

આજકાલ ના જમાના માં માથાનો દુખાવો તો જાણે સામાન્ય બની ગયો છે. માથા ના દુખાવામાં અળસી નો સાચી રીતે કરેલો પ્રયોગ અસર કરે છે.

તેના માટે અળસી ને ઠંડા પાણી માં પલાડી ને લેપ જેવું બનાવી લો. અને માથા માં થોડી વાર લગાવી ને રાખો. માથાનો દુખાવો, કે માથામાં જો વાગેલું હશે તો એમાં પણ રાહત મળશે.

શરદી માં જલ્દી થી અસર કરે છે અળસી નો આ પ્રયોગ.

જો તમે શરદી થી હેરાન છો. તો અળસી નો આ પ્રયોગ જલ્દી થી કરો.

અળસી ને  તવી પેર સેકો.

જયારે ગંધ આવવા લાગે ત્યાં સુધી સેકો. પછી પીસી લો.

જેટલી અળસી છે એટલી જ સાકર મિલાવો.

૫ગ્રામ ની માત્રા લઇ ને ગરમ પાણી સાથે ત્રણ ટાઇમ આ ખાઓ.

શરદી માં જલ્દી થી ફાયદો થઇ જશે,Alsi Khavana Fayda.

શરીર ના સોજા દૂર કરવામાં મદદરૂપ થાય છે.

એક ભાગ અળસી અને ચાર ભાગ પાણી લઇ ને આ પાણી ને  સરખી રીતે મિક્ષ કરો. જ્યાં સુધી મિશ્રણ હાથ પગ પર લગાવવા જેવું ઘાટું ના થઇ જાય ત્યાં સુધી ઉકાળો. પછી આ પેસ્ટ ને જ્યાં દર્દ હોય, સોજા આવી ગયા હોય એ ભાગ પર લગાવી લો. તરત જ રાહત થશે.

દાઝી ગયા છો તો કરો અળસી અને ચુના ના મલમ નો ઉપયોગ.

અળસી ના તેલ ને ચુના સાથે સરખી રીતે મિક્ષ કરી લો. સફેદ મલમ જેવું બની જશે. અંગ્રેજી માં આને carron oil  કહેવામાં આવે છે. હવે આ મલમ ને બળી ગયેલી જગ્યા પર લગાવો. તરત જ ઠંડક થવા લાગશે અને થોડાક જ દિવસ માં દાઝી ગયેલ ચામડી પહેલા જેવી થઇ જશે.

અળસી ખાવાના ફાયદા પેશાબ સંબંધિત રોગ મા 

પેશાબ સંબંધિત સમસ્યા માં અડસી નો ઉપયોગ કરવો બહુ જ ફાયદા કારક છે.

૫૦ ગ્રામ અળસી,૩ ગ્રામ જેઠીમધ, ને ૨૫૦ ગ્રામ પાણી માં ધીમા તાપે ઉકાળો.

જ્યાં સુધી ૫૦ ગ્રામ પાણી વધે ત્યાં સુધી ઉકાળવું. પછી તેને ગાળી લો. ત્યારબાદ તેમાં ૨ ગ્રામ  પોટેશિયમ નાઈટ્રેટ મિલાવી લો.

૨ કલાક ના અંતર માં ૨૦મિલિ ની માત્રા માં સેવન કરો.

પેશાબ કરવામાં તકલીફ થવી, પેશાબ માં બળતરા થવી, પેશાબ માં લોહી આવવું, જેવી તકલીફો માંથી રાહત મળે જાય છે.

ઘુટણ ના દુખાવા માં ખુબ જ અસરકારક છે અળસી.

ઘુટણ ના દુખાવામાં કે ગઠીયા વા માં અળસી જડીબુટ્ટી નું કામ કરે છે. અળસી ના તેલ ની માલીશ થી ફાયદો થાય છે.

અળસી ના બીજ ને ઇસબગુલ સાથે પીસી ને લેપ જેવું બનાવી ને ઘુટણ પર લગાવાવથી થી ફાયદો થાય છે.

ટીબી માં અળસી ના બીજ નો ઉપયોગ કરવો ફાયદાકારક.

૨૫ ગ્રામ અળસી ને પીસી ને રાત્રે પાણી માં પલાળી નાખો. સવારે આ પાણી ને ગરમ કરી ને તેમાં લીંબૂ નો રસ નાખી ને પીવો. ટીબી ના રોગ માં જલ્દી થી ફાયદો થાય છે.

કેવી રીતે વજન ઉતારવામાં મદદ કરે છે અલસી

અલસી  ની અંદર રહેલ ડાયટરી ફાઈબર તમને તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. અલસી  પર કરવામાં આવેલ રિસર્ચ મુજબ રોજ નું 30 ગ્રામ ફાઈબર શરીર ની અંદર રહેલ વધારાની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે

તેમજ ફાઈબર યુક્ત ડાયટ વજન તેમજ ટાઈપ-2 ડાયાબિટિશ અને હદય રોગ થવાના જોખમ ને ઓછું કરે છે તેમેજ અન્ય એક રિસર્ચ પ્રમાણે ડાયટરી ફાઈબર નું સેવન કરવાથી મોટાપો પણ ઓછો થાય છે. જો તમે જડપથી વજન ઓછું કરવા ઇચ્છો છો તોરોજ અલસી નું સેવન કરવાથી જલ્દીથી વજન ઉતારી શકો છો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *