Friday, 27 December, 2024

Amane Amari Kaya Tano Lyrics in Gujarati

1918 Views
Share :

અમને અમારી આ કાયા રે તણો નઈ વિશ્વાસ
અમને અમારી આ દેહું તણો નઈ વિશ્વાસ
પારકા અવગુણ રે એ દલડામાં નવ અણીએ રે હોજી રે

અમને અમારી કાયા રે તણો નઈ વિશ્વાસ
અમને અમારી દેહું તણો નઈ વિશ્વાસ

નેવાં તારા નમીયાં હેજી ભીંત્યું ગળવા લાગીયું રે હોજી
નેવાં તારા નમીયાં હેજી ભીંત્યું ગળવા લાગીયું રે હોજી રે
ગળવા લાગી મંદિરીયાની રે પછીત
ગળવા લાગી મંદિરીયાની રે પછીત
પારકા અવગુણ રે એ દલડામાં નવ અણીએ રે હોજી રે
અમને અમારી કાયા રે તણો નઈ વિશ્વાસ
અમને અમારી દેહું તણો નઈ વિશ્વાસ
પારકા અવગુણ રે એ દલડામાં નવ અણીએ રે હોજી રે

નવ કેરી નગરી રે હેજી શોભા એમાં ખુબ રે બની રે હોજી

અવળા સવળા મણિયારે માંડ્યા રે હાટ
પારકા અવગુણ રે એ દલડામાં નવ અણીએ રે હોજી રે

હંસો રાજા હાલ્યો હેજી પાંજર એનાં પડતા મેલી રે હોજી

મેલી હાલ્યો સરોવરીયાની રે પાસ
મેલી હાલ્યો સરોવરીયાની રે પાસ
પારકા અવગુણ રે એ દલડામાં નવ અણીએ રે હોજી રે

ગુરુના પ્રતાપે હે “જેઠીરામ” બોલીયા રે હોજી

હેજી જેઠીરામ ગત્ ગંગાજી ના દાસ
હેજી જેઠીરામ ગત્ ગંગાજી ના દાસ
પારકા અવગુણ રે એ દલડામાં નવ અણીએ રે હોજી રે
અમને અમારી કાયા રે તણો નઈ વિશ્વાસ
અમને અમારી દેહું તણો નઈ વિશ્વાસ
પારકા અવગુણ રે એ દલડામાં નવ અણીએ રે હોજી રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *