Amar Rakhdi Lyrics in Gujarati
By-Gujju23-04-2023
Amar Rakhdi Lyrics in Gujarati
By Gujju23-04-2023
બેનીબા ઓ બેનીબા
ખમ્મા ખમ્મા મારા વીરા
બેનીબા મારી બેનીબા
હો ખમ્મા ખમ્મા મારા વીરા
બેની તે બાંધે અમર રાખડીને
તમે જુગ જુગ જીવો મારા વીર રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
હો બેની તે બાંધે અમર રાખડીને
તમે જુગ જુગ જીવો મારા વીર રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
હો કેમ ભીંજાણી તારી આંખડીને
બેની કહો તમારા કોડ રે
બેની મારી લાડકવાઈ રે
કેમ ભીંજાણી તારી આંખડીને
બેની કહો તમારા કોડ રે
બેની મારી લાડકવાઈ રે
બેન માંગે રે વીરા આટલું રે તમે
રાખજો હૈયાના રે હેત રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
હો હો બેનલબા માંગે વીરા એટલું રે તમે
રાખજો હૈયા કેરા હેત રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
મારા વીર તુને ખમ્મા ખમ્મા રે
બેની તારા એક જ વેણે જીવ દઈ અમે વારી
માં બાપ ને આ કુળ તણી લાજ રાખીએ બેની તારી
ઓ બેની તારા એક જ વેણે જીવ દઈ અમે વારી
માં બાપ ને આ કુળ તણી લાજ રાખીએ બેની તારી
લાજ રાખીએ બેની તારી
ખમ્મા ખમ્મા રે મારા માડીજાયા
તમે ઝાઝું જીવો મારા વીર રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
હો… ખમ્મા ખમ્મા રે તુને માડીજાયા રે
તમે ઝાઝું જીવો મારા વીર રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
મારા ભઈલા તને ઝાઝી રે ખમ્મા રે
જ્યાં સુધી આભમાં રહેશે સુરજ ચાંદ સિતારા
ત્યાં સુધી કોડ બેની પુરા કરશુ તારા
જ્યાં સુધી આભમાં રહેશે સુરજ ચાંદ સિતારા
ત્યાં સુધી કોડ બેની પુરા કરશુ તારા
કોડ પુરા કરશુ તારા
હો હો બેની રે લીધા વીરના વારણાને
પ્રભુ પુરા કરે તમારા કોડ રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
બેની રે લીધા વીરના વારણાને
પ્રભુ પુરા કરે તમારા કોડ રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
મારા વીર તને ઝાઝી રે ખમ્મા રે
હો હો ભાઈ બહેનના હેતની
આ દુનિયાની નજર ના લાગે
વિપત પડે આવજો વેલા કોલ બેનડી માંગે
હો ભાઈ બહેનના હેતની
આ દુનિયાની નજર ના લાગે
વિપત પડે આવજો વેલા કોલ બેનડી માંગે
કોલ બેનડી માંગે
કરૂં માં મોગલને પ્રાર્થના
મને ભવ ભવ મળજો પૂનમબેન રે
બેની મારી લાડકવાઈ રે
હો કરૂં માં મોગલને પ્રાર્થના
મને ભવ ભવ મળજો પૂનમબેન રે
બેની મારી લાડકવાઈ રે
ઓ હો બેની તે બાંધે અમર રાખડી ને
તમે જુગ જુગ જીવો મારા વીર રે
વીર તુને ખમ્મા ખમ્મા રે
બેનીબા મારા લાડકવાયા રે
વીર તુને ઝાઝી રે ખમ્મા રે