Amba Abhay Pad Daayni Re Lyrics in Gujarati
By-Gujju31-05-2023

Amba Abhay Pad Daayni Re Lyrics in Gujarati
By Gujju31-05-2023
અંબા અભય પદ દાયિની રે…
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
હેમ હિંડોળે હિંચકે રે,
હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
સંખીઓ સંગાથે કરે ગોઠડી,
આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
સર્વે આરાશુર ચોક માં રે,
આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
એવે સમે આકાશ થી રે,
આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
કોણે બોલાવી મુજને રે,
કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
મધ દરિયો તોફાન માં,
માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
વાયુ ભયંકર ફૂંકતો રે,
વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
પાણી ભરાણા વહાણ માં રે,
એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
આશા ભર્યો હું આવીયો રે,
વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
હૈયું રહે નહિ હાથ માં રે,
દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
મારે તમારો આશરો રે,
ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
અંબા હિંડોળે થી ઉઠયા રે,
ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
સખીઓ તે લાગી પુછવા રે,
ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
વાત વધુ પછી પુછજો રે,
બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
ભક્ત મારો ભીડે પડ્યો રે,
હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
એમ કહી નારાયાણી રે,
સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
ત્રિશુલ લીધું હાથ માં રે,
તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
ધન્ય જનેતા આપને રે,
ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
પ્રગટ પરચો આપનો રે,
દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
બધી તેની ભાંગજો રે,
સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે…
અંબા અભય પદ દાયિની રે…