Saturday, 27 July, 2024

અંબાજીના પવિત્ર શક્તિપીઠ વિશે શું તમે આ વાત જાણો છો ?

109 Views
Share :
અંબાજીના પવિત્ર શક્તિપીઠ

અંબાજીના પવિત્ર શક્તિપીઠ વિશે શું તમે આ વાત જાણો છો ?

109 Views

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે, જેનું નવરાત્રિ પર વિશેષ મહત્વ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત-રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે.

અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફૂટની ઉંચાઈ પર આવેલ છે. ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઇ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઇન્ટ છે, જ્યાંથી સૂયૉદય અને સયૉસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા તથા રોપ-વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે.

અંબાજી મંદિર નો ઇતિહાસ પ્રમાણે અંબાજી મંદિરમાં એવું માનવામાં આવે છે કે અહીં એક પથ્થર પર માતાના પગ ના નિશાન બનાવવામાં આવ્યા છે. અંબાજીના દર્શન કરીને ભક્તો ચોક્કસ ગબ્બર પર્વત પર જાય છે. ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે દેવીની પૂજા કરવામાં આવે છે અને અહીં મંદિરની બહાર અદ્ભુત મેળો લાગે છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડે છે ભાદરવી પૂનમના દિવસે લોકો દૂર-દૂરથી પગપાળા આવે છે. આ દિવસે અંબાજીનગર ને દિવાળીની જેમ રોશનીથી શણગારવામાં આવે છે.

મા અંબાના ઉદ્ભવ સાથે જોડાયેલી દંતકથા

પોષ મહિનાની પૂનમ જગતની જનની મા અંબાનો પ્રાગટ્યનો દિવસ છે. અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્ય પણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને જીવોને જીવવું દુષ્કર્મ બની ગયો હતો. માનવ જીવ પશુ પંખીઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે બધાએ હૃદય પૂર્વક માતાજીને અર્તનાદ થી પ્રાર્થના કરી અને માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીની કૃપા ઉતરીને, દુષ્કાળની ધરતી જે સુખી ભટ્ટ બની હતી. ત્યાં મા અંબાની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા. બસ ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

બીજી એક કથા પ્રમાણે માં સીતાજીની શોધ કરતાં શ્રી રામ અને શ્રી લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. શ્રી રામ અને શ્રી લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી શ્રી રામે રાવણનો નાશ કર્યો. આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે.

આ ઉપરાંત અન્ય એક દંતકથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતી પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સત્ય પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકર એ સતિના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડત્ર નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ શરૂ કરી દીધું હતું દેવોની વિનંતી છે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા અને અલગ અલગ 51 શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે. તંત્ર ચુડામણીમાં આ બાવન મહાપીઠનો ઉલ્લેખ છે તે પૈકી આરાસુરીમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે.

દેવી ભાગવતની કથા અનુસાર મહિસાસુરે ના તપ કરીને બ્રહ્માજીના પ્રસન્ન કર્યા હતા. જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે, તેને નરજાતિના નામ વાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં. આ વરદાન થકી તેણે દેવોને હરાવી ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમ નો નાશ કર્યો હતો. વિષ્ણુ લોક અને કૈલાશ જીતવાનો નિશ્ચય કર્યો હતો. જેથી દેવો ભગવાન શિવની મદદે ગયા હતા. શિવે દેવી શક્તિની આરાધના કરવાનું કહેતા તેઓએ તેઓ દેવી શક્તિની આરાઘના કરી હતી અને આદ્યશક્તિ પ્રગટ થયા હતા અને તેમણે મહિસાસુનો નાશ કર્યો હતો તેથી દેવી મહિસાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે.

ચાર નવરાત્રી ઉત્સવ

અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિવસ અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે.

છેલ્લાં 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિકભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે. અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ (કારતક સુદ એકમથી પાંચમ) માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે.

પોષ સુદ પૂનમના દિવસે અંબાજીમાં માતાજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં અંબાજીમાં ભક્તિનો સાગર ઉમટી પડે છે. શ્રાવણ વદ તેરસ અને અમાસે ગુજરાતના વિવિધ ભાગમાંથી લોકો અંબાજીના દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમે અંબાજીમાં ભવ્ય મેળો યોજાય છે, જે ગુજરાતમાં યોજાતો સૌથી વિશાળ મેળો છે. આ મેળાના સહેલાણીઓની સંખ્યા સામાન્ય રીતે 20 લાખની રહેતી હોવાનો અંદાજ છે. આસો સુદ નવરાત્રીના નવ દિન મંદિરના ચાંચરચોકમાં ગરબા-રાસની રમઝટ જામે છે.

નવરાત્રિના આઠમા દિવસે અંબાજી મંદિરમાં દાંતા દરબાર મોટો યજ્ઞ કરે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સાથ અને સહકારથી અંબાજીનાં ધાર્મિક સંગઠનો દ્વારા જન્માષ્ટમી, દશેરા, અષાઢ સુદ બીજની રથયાત્રા જેવા પવિત્ર હિંદુ તહેવારો ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. અંબાજીમાં આવેલા શીતળામાતાના મંદિર પણ શીતળા સાતના દિવસે મેળો યોજાય છે.

અંબાજી મંદિર નો ઇતિહાસ પ્રમાણે અંબાજી મંદિરમાં માતાના ગ્રહણમાં માતાની કોઈ છબી નથી એનો ઉલ્લેખ તંત્ર ચુડામણી માં પણ કરવામાં આવ્યો છે અંબાજીમાં માતાના પવિત્ર યંત્રની પૂજા કરવામાં આવે છે ખાસ વાત તો એ છે કે આ સામાન્ય આંખોને દેખાતું નથી અને ન તો તેનો ફોટો લઈ શકાય છે. આંખે પાટા બાંધીને તેની પૂજા કરવામાં આવે છે અંબાજી માતા નું મૂળ સ્થાન ટેકરી ની ટોચ પર છે ગબ્બર પર્વત ની ટોચ પર અંબા માતાનું મંદિર છે જે 999 પગથિયાં ચડીને પહોંચી શકાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *