અમે મહિયારા રે
By-Gujju04-05-2023
287 Views
અમે મહિયારા રે
By Gujju04-05-2023
287 Views
અમે મહિયારા રે – બે અલગ સ્વરમાં
MP3 Audio
અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
મારે મહી વેચવાને જાવાં
મહિયારા રે… ગોકુળ ગામનાં
મથુરાની વાટ મહીં વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નહીં લેવા, મહિયારા રે… ગોકુળ ગામના
યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું. મહિયારા રે… ગોકુળ ગામનાં
માવડી જશોદાજી કાનજીને વારો
દુ:ખડા હજાર દિયે નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નહીં કહેવા,મહિયારા રે… ગોકુળ ગામનાં
નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી
ઉતારે આતમથી ભવ-ભવનો ભાર જી
નિર્મળ હૈયાંની વાત કહેતા, મહિયારા રે… ગોકુળ ગામનાં
– નરસિંહ મહેતા