Thursday, 2 January, 2025

આમળાનું અથાણું બનાવવાની Recipes

230 Views
Share :
આમળાનું અથાણું બનાવવાની Recipes

આમળાનું અથાણું બનાવવાની Recipes

230 Views

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળા નું અથાણું બનાવવાની રીત શીખીશું. આજે આપણે આમળા ના અથાણાં ને તડકા માં રાખ્યા વગર બનાવીશું, અને વિનેગર ના ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા તેલ મસાલા વાળું  અથાણું બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ઇન્સ્ટન્ટ બનાવી ને તેને ખાઈ શકાય છે. એક વાર બનાવ્યા પછી થોડા દિવસ માટે ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે આમળા નું અથાણું બનાવતા શીખીએ.

આમળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • આમળા 500 ગ્રામ
  • રાઈ 1 ચમચી
  • પીળી રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • મેથી 1 ચમચી
  • મરી 10-15
  • સરસો તેલ 1 કપ
  • હળદર 1 કપ
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • આમચૂર પાવડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લીલાં મરચાં 100ગ્રામ ( ઓપ્શનઅલ છે)

આમળાનું અથાણું બનાવવાની રીત

આમળા નું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડા થી લુછી લ્યો.

હવે ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ચારણી વારી પ્લેટ મૂકો. હવે તેની ઉપર આમળા રાખો. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે આમળા ને પંદર મિનિટ માટે સ્ટીમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે પંદર મિનિટ પછી સ્ટીમર માંથી આમળા ને બાહર કાઢી લ્યો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો, હવે આમળા ઠંડા થઇ જાય ત્યારે હાથ થી થોડું તેને પ્રેસ કરી ને વચ્ચે થી તેનુ બીજ કાઢી લ્યો. અને તેની સ્લાઈસ અલગ કરી લ્યો. આવી રીતે બધા આમળા ની સ્લાઈસ કાઢી ને તૈયાર કરી લ્યો. ત્યાર બાદ તેને હવા માં કે તડકા માં પંદર મિનિટ માટે સુકાવા માટે રાખી દયો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં રાઈ, પીળી રાઈ, જીરું, ધાણા, મેથી અને મરી નાખો. હવે તેને બે  થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જરમાં નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. હવે તેમાંથી ધુમાડો નીકળે તેટલું તેને ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો , હવે તેલ નવશેકું ગરમ રહે ત્યારે તેને મસાલા વાળા બાઉલ માં નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં આમળા ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર કલાક માટે સેટ થવા માટે રાખી દયો, ત્રણ થી ચાર કલાક પછી તૈયાર છે આપણું આમળા નું અથાણું. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી લ્યો.

Amla nu athanu recipe notes

  • મસાલા માં તમે વરિયાળી નો ઉપયોગ કરી શકો છો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *