Wednesday, 26 March, 2025

Angutho Mardi Ne Piyu Jagadiya Gujarati Fatana Lyrics

902 Views
Share :
Angutho Mardi Ne Piyu Jagadiya Gujarati Fatana Lyrics

Angutho Mardi Ne Piyu Jagadiya Gujarati Fatana Lyrics

902 Views

Angutho Mardi Ne Piyu Jagadiya – Gujarati Fatana Lyrics- Gujarati lagnageet lyrics

અંગુઠો મરડીને પિયુ ને જગાડીયા,
ગોરી કહે તને શે રે આવે ઉધ આડુ લેરાય, અવળુ લેરાયા
નણંદલ લેરીયુ…રે…..અગુઠો

વર કુઠો ને અણધણ પાગંળો…રે કન્યા વર ને વરવા ન જાય
ઉમંગ ન માય.. નણંદલ લેરીયુ……………અંગુઠો

વર પરણ્યા તા ભાંગી જોને વેલડી ..રે મરાણો કાયા તણો સરદાર
જુઓ નર નાર, નણંદલ લેરીયુ…………….અંગુઠો

કીડી ની હડફેટે હાથી મુવો….રે પછાડો પગલા ની હેઠ
પહોચાડ્યો ઠેઠ નણંદલ લેરીયુ….રે….અંગુઠો

નરતન નગરી મા વિવાહ હુઆ…રે મારે હાટે પડી હડતાલ
થઇ રહયો હાહાકાર નણંદલ લેરીયુ……………અંગુઠો

દાસ સવો” કહે સુણી સોયરો ..રે. સમજે થી જન્મ મરણ જાય
કરોને વિચાર…………….અંગુઠો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *