એપ્રિલમાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો
By-Gujju28-03-2024

એપ્રિલમાં દેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, જોવા મળશે શાનદાર નજારો
By Gujju28-03-2024
માર્ચ-એપ્રિલથી ભારતમાં ઉનાળાની શરૂઆત થઈ જાય છે. એવી ગરમી જેનાથી રાહત મેળવવા માટે લોકો રજાઓ મળતા જ હિલ સ્ટેશન જવાનું પસંદ કરે છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો તો ઉત્તરાખંડ અને હિમાચલ જ સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન લાગે છે પરંતુ આ જ કારણે આ સ્થળો પર સૌથી વધુ ભીડ પણ રહે છે અને જો ક્યાંક તમે પોતાના લોન્ગ વીકેન્ડમાં જવાનો પ્લાન કરી દીધો તો પછી ઘણા કલાક ટ્રાફિકમાં જ પસાર થવુ પડે છે અને આ દરમિયાન ત્યાં હોટલ પણ ફુલ રહે છે. જેના કારણે યોગ્ય રીતે એન્જોયમેન્ટ થતી નથી.
કાશ્મીર

માર્ચ-એપ્રિલમાં કાશ્મીર જઈને લીલીછમ ખીણોનો નજારો જોઈ શકો છો. તેને કેમ ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે તેનો અંદાજો તમને ત્યાં જઈને જ આવી જશે. ચોમાસા સિવાય કાશ્મીર ફરવાનો તમે ગમે ત્યારે પ્લાન બનાવી શકો છો પરંતુ શિયાળામાં આ સ્થળ સંપૂર્ણ બરફથી ઢંકાયેલુ રહે છે. જેના કારણે ઘણી વખત ફરવાનું મુશ્કેલ થઈ જાય છે પરંતુ એપ્રિલ એકદમ બેસ્ટ છે. પહલગામ, ગુલમર્ગ, સોનમર્ગ જેવા ઘણા સ્થળો છે જ્યાંની સુંદરતા અદ્ભુત છે.
પંચમઢી

જો તમે હિલ સ્ટેશન્સ જ જવા ઈચ્છો છો પરંતુ જ્યાં ભીડ ન હોય અને રહેવાની અગવડ ન હોય તો મધ્યપ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન પંચમઢીનો પણ પ્લાન કરી શકો છો. સાતપુરાના પહાડ પર સ્થિત પંચમઢીના શિખરોથી દૂર સુધી હરિયાળીનો નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. પંચમઢી જઈને તમને કુદરતની નજીક હોવાનો અહેસાસ થશે. પંચમઢીમાં તમને ઘણા વોટરફોલ્સ અને ગુફાઓ જોવા મળશે. જો તમે ટ્રેકિંગના શોખીન છો તો ત્યાં તેની પણ તક મળશે.
ઊટી

ઊટી માત્ર હનીમૂન ડેસ્ટિનેશન નથી પરંતુ ત્યાં તમે ફેમિલી કે ફ્રેન્ડ્સની સાથે જઈને પણ ધમાલ-મસ્તી કરી શકો છો. કુદરતી સુંદરતાથી ભરપૂર આ સ્થળ એડવેન્ચર લવર્સને પણ ખૂબ પસંદ આવશે. ઊટી ફરવાની સીઝન એપ્રિલથી જ શરૂ થાય છે. આમ તો ત્યાં ફરવાના સ્થળોની કોઈ અછત નથી પરંતુ ત્યાં ડોડ્ડાબોટ્ટા પીક અને ટાઈગર હિલ્સને જોવી જરૂરી છે. ત્યાં ચા ના બગીચાની ફોટોગ્રાફી પણ તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે.
મેઘાલય

મેઘાલય ફરવા માટે પણ એપ્રિલનો મહિનો બેસ્ટ છે જ્યાં વધુ ઠંડી કે ગરમી હોતી નથી. એડવેન્ચર અને નેચર લવર્સ માટે તો આ સ્થળ જન્ન છે. દર થોડા અંતરે તમને ધોધ જોવા મળી જશે. જોકે અમુક ધોધને જોવા માટે તમારે લાંબી ટ્રેકિંગ પણ કરવી પડી શકે છે પરંતુ તમને ત્યાં પહોંચીને અલગ જ નજારો જોવા મળે છે. આ સિવાય ત્યાં તમે વિશ્વનું સૌથી સ્વચ્છ ગામ જોઈ શકો છો.
રણથંભોર, રાજસ્થાન

રણથંભોર દેશના સુંદર ટાઈગર નેશનલ પાર્કમાં આવે છે, આ જગ્યાને સવાઈ માધોપુરનું ‘આભૂષણ’ પણ કહેવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે, આ મહિને પાણીની શોધમાં વાઘ અને બાકીના પ્રાણીઓ જંગલ બહાર નીકળે છે. તેવામાં તમે જંગલ સફારી કરતા તેના દર્શન કરી શકો છો. રણથંભોરમાં અલગ-અલગ કલરના રંગીન પક્ષીઓ પણ જોવા મળી શકે છે. તમે અહીં માત્ર જંગલ સફારી જ નહીં, રણથંભોર ટાઈગર રિઝર્વ, સુરવાલ ઝીલ, જોગી મહેલ, પદમ ઝીલ અને રણથંભોરનો કિલ્લો જોઈ શકો છો.
ઋષિકેશ, ઉત્તરાખંડ

એપ્રિલમાં ફરવાની વાત થઈ રહી છે, તો તેવામાં ઋષિકેશની વાત ન થાય તેવું બની શકે નહીં. ઋષિકેશ ભારતમાં એપ્રિલમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીં દુનિયાભરમાંથી ઘણા મુસાફરો આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવે છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે, જ્યાં તમે રિવર રાફ્ટિંગથી લઈને બંજી જંપિંગ અને કોઈ પણ રોમાંચિત એક્ટિવિટીની મજા લઈ શકો છો. સાથે જ ધાર્મિક પ્રેમીઓ માટે બેસ્ટ જગ્યા છે. લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, વશિષ્ઠ ગુફા, ત્રિવેણી ઘાટ અને બીટલ્સ આશ્રમ અહીં જોવાલાયક જગ્યાઓમાં આવે છે.
હમ્પી, કર્ણાટક

કર્ણાટકના પહાડોમાં આવેલું હમ્પી ફરવાના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે. એપ્રિલમાં અહીંનું વાતાવરણ મંદિર, મહેલ અને અન્ય સુંદર જગ્યાઓ જોવા માટે શ્રેષ્ઠ છે. હમ્પી એક પ્રકારે ઓપન મ્યુઝિયમ છે, જ્યાં તમે એકથી એક પ્રાચીન સમૃદ્ધ ઈતિહાસને જોઈ શકો છો.
ગોવા, ભારત

એપ્રિલમાં મિત્રો સાથે ગોવામાં ફરવા જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. અહીંયાનું મનમોહક વાતાવરણ, ઐતિહાસિક ઈમારતો અને ફૂડ સહિતની બાબતોનો અનુભવ તમારું દિલ જીતી લેશે. આમ તો અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે પરંતુ તેમાં કલંગુટ બીચ, અગુઆડા કિલ્લો, સિંક્વેરિયન બીચ અને દૂધસાગર ફોલ્સ છે, જેને તમે તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો.