Thursday, 21 November, 2024

અર્ધ મત્સ્યેન્દ્રાસન

299 Views
Share :
અર્ધ મત્સ્યેન્દ્રાસન

અર્ધ મત્સ્યેન્દ્રાસન

299 Views

અર્ધ મત્સ્યેન્દ્રાસન : હઠયોગ પરંપરાના મહાન યોગી મત્સ્યેન્દ્રનાથના નામ પરથી આ આસનનું નામ આપવામાં આવ્યું છે. યોગી મત્સ્યેન્દ્રનાથે આ આસન વિકસિત કર્યું હતું માટે આ આસનને એમનું નામ આપવામાં આવ્યું છે. પરંપરાપગત મત્સ્યેન્દ્રાસન પ્રમાણમાં અઘરું હોવાથી અર્ધ મત્સ્યેન્દ્રસન કરવામાં આવે છે.

મૂળ સ્થિતિ : સીધા પગ રાખી બેસવું.

પદ્ધતિ :

  • બંને પગ સીધા લંબાવીને બેસો.
  • હવે, જમણા પગને ઘૂંટણમાંથી વાળી તેની એડી ડાબી બાજુના નિતંબને અડે તે રીતે રાખો.
  • ત્યારબાર ડાબા પગને પણ ઘૂંટણમાંથી વાળીને ઊંચો કરી તેના પગનો પંજો જમણા પગના ઘૂંટણ આગળ સ્થિર કરો.
  • હવે, જમણા હાથની બગલમાં ડાબા પગના ઘૂંટણને દબાવો. જમણા હાથથી ઊભા પગનો અંગૂઠો પકડો.
  • ડાબા હાથને પાછળની તરફ પીઠ પાછળ લઈ જઈ સાથળને પકડવાની કોશિશ કરો.
  • કમરને સીધી રાખો.
  • ગરદનને પાછળ તરફ ઘૂમાવો.
  • દાઢીને ખભા નજીક લાવવા પ્રયત્ન કરો.
  • થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી મૂળ સ્થિતિમાં પાછા આવો.

  • ધ્યાનમાં રાખવાની બાબતો :

    • શ્વાશોછશ્વાસ સામાન્ય રાખો.
    • મનને કરોડ પર કેન્દ્રિત કરો.
    • બિનજરૂરી તણાવમાંથી મુક્ત રહો.
    • પીઠ કે કરોડમાં ઓપરેશન કરાવ્યું હોય તેમણે કોઈ નિષ્ણાતની સલાહ મુજબ આ આસન કરવું.
    • સગર્ભા સ્ત્રીઓએ આ આસન ન કરવું.
  • શ્વાશોછશ્વાસ સામાન્ય રાખો.
  • મનને કરોડ પર કેન્દ્રિત કરો.
  • બિનજરૂરી તણાવમાંથી મુક્ત રહો.
  • પીઠ કે કરોડમાં ઓપરેશન કરાવ્યું હોય તેમણે કોઈ નિષ્ણાતની સલાહ મુજબ આ આસન કરવું.
  • સગર્ભા સ્ત્રીઓએ આ આસન ન કરવું.
  • ફાયદા :

    • પેટને વ્યાયામ મળે છે.
    • જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
    • આ આસનના અભ્યાસથી સૂર્ય અને ચંદ્ર નાડીમાં સંકલન આવે છે.
    • કરોડરજ્જુની નાડીઓમાં મૂળ લોહીને ખેંચે છે.
    • ગરદન અને હાથને આંતરિક મસાજ મળે છે.
    • કરોડ અને પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
    • લલીચાપણું મળે છે.
    • આંતરડા મજબૂત બને છે.
    • કબજીયાતની તકલીફમાં રાહત થાય છે.

  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *