Sunday, 8 September, 2024

જાણો શા માટે અષાઢી બીજના દિવસે યોજાય છે રથયાત્રા?

158 Views
Share :
rathyatra

જાણો શા માટે અષાઢી બીજના દિવસે યોજાય છે રથયાત્રા?

158 Views

આજે ગુજરાતમાં રથયાત્રાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરયાત્રાએ નીકળ્યા છે ત્યારે તેનુ મહત્વ પણ ખાસ બને છે.

  • આવો છે અષાઢી બીજની રથયાત્રાનો મહિમા
  • જુઓ આજે નગરમાં કેવો છે માહોલ
  • જાણો શા માટે નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા

શ્રધ્ધાળુઓ ભગવાન જગન્નાથના આ દર્શન કરવા આખું વર્ષ રાહ જુએ છે અને તેમની પ્રસાદી મળી જતાં ધન્યતા અનુભવે છે. આ વર્ષે ભક્તો વિના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન નગરયાત્રાએ નીકળશે. જાણો શા માટે નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા અને શું છે તેની પાછળનું મહત્વ.

સનાતન પર્વ અનુસાર ભગવાનની રથયાત્રાનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે. આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો વાદ્ય યંત્રોની સાથે વિશાળ રથોને દોરીથી ખેંચે છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રથયાત્રાનો આરંભ રથની સામે સોનાના ઝાડુ હલાવીને અને સાથે જ વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે કરાય છે. માન્યતા છે કે રથયાત્રાને એકબીજાના સહયોગથી ખેંચાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

આવી રીતે માસીના ઘરે રહે છે ભગવાન જગન્નાથ

પહેલા ભાઈ બલભદ્રનો રથ, પછી બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે. લોકો તેને શ્રદ્ધા સાથે યાત્રા દરમિયાન આગળ વધારે છે. રથયાત્રા બાદ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે. અહીં તેમની પૂજા અર્ચના કરાય છે. માસીના ઘરે ભગવાનને અનેક સ્વાદિષ્ટ પકવાનનો ભો ધરાવાય છે. અહીં ભગવાન જગન્નાથ બીમાર પડે છે તો તેમને પથ્યનો ભોગ લગાવવાય છે અને તે સાજા થાય છે.

આવી છે કથા

જ્યારે ભગવાન જગન્નાથ માસીના ઘરે રહે છે ત્યારે ભગવાન જગન્નાથને શોધીને લક્ષ્મીજી મંદિરમાં આવે છે અને મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે. જેના કારણે લક્ષ્મી નારાજ થઈ જાય છે અને સાથે રથના પૈડા તોડી દે છે. આ પછી તેઓ પુરીના એક મંદિરમાં જઈને સ્થિત થઈ જાય છે. ભગવાન લક્ષ્મીજીને મનાવવા જાય છે અને તેમની માફી માંગે છે. અનેક ભએટ આપીને તેમને ખુશ કરવાની કોશિશ કરે છે. માન્યતા છે કે જે દિવસે ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવી દેશે તે દિવસને વિજયાદશમી કહેવાય છે. આ 9 દિવસ પૂરા કરીને ભગવાન જગન્નાથ મંદિરમાં પરત ફરે છે. 9 દિવસ સુધી ચાલે છે આ રથયાત્રાનો ઉત્સવ. જેમાં લાખો ભક્તો સામાન્ય રીતે જોડાતા હોય છે અને આ સિવાય અખાડા સહિતના અનેક કરતબો આકર્ષણનું કેન્દ્ર બને છે. 

આવા હોય છે રથ અને તેના કલર સાથેની ખાસ વાતો

સુભદ્રાજીનો રથ કાળા અને ભૂરા કલરનો હોય છે. ભાઈ બલરામનો રથ લાલ અને લીલા રંગનો હોય છે. જગન્નાથના રથની વિશએષતા એ છે કે તે અલગ અલગ રંગનો અને ઉંચાઈ સૌથી વધારે હોય છે. 

ભક્તોને અપાય છે ખાસ પ્રસાદ

આજના દિવસે ભક્તોને જાંબુ અને મગનો ખાસ પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *