Sunday, 22 December, 2024

અષ્ટાવક્રની કથા

352 Views
Share :
અષ્ટાવક્રની કથા

અષ્ટાવક્રની કથા

352 Views

{slide=Story of Astavakra}

Sage Uddalak had a very obedient disciple named Kahod. Kahod served his Guru with much love and devotion. As a result Sage Uddalak revealed to him many skills. Moreover, Sage also married his daughter Sujata with Kahod. Once, when Sujata was pregnant, Kahod was studying some scripture, the baby told that Kahod was not studying it properly! Kahod became angry at this yet-to-born baby’s eloquence. He cursed the baby that you would born with a body twisted at eight places. The curse proved true. Since the baby was twisted at eight places, he became known as Astavakra.
Sujata, Kahod’s wife, advised Kahod to see King Janak for obtaining wealth. Before Kahod met Janak, Bandi, his gate-keeper defeated him in discussion and threw him in the water. When Astavakra became young, he came to know about his father’s demise. Astavakra accompanied by Shwetaketu, son of Sage Uddalak, went to Janak’s court. Astavakra, only twelve years of age at that time, defeated him in arguments. To take revenge of his father’s death, Astavakra advocated similar punishment for Bandi. However, Bandi got Kahod alive. Kahod, happy at his son Astavakra’s feat blessed his son. When Astavakra dipped in Samanga river’s holy waters, his body became beautiful.
 

પરમજ્ઞાની મહર્ષિ અષ્ટાવક્રના નામથી કોઇક જ ધર્મસંસ્કૃતિ પ્રેમી અપરિચિત ઙશે.

મહાભારતમાં એ પરમપ્રતાપી મહામહિમામય મહાપુરુષના વિશદ વિરાટ વ્યક્તિત્વનો થોડોક પરિચય કરાવવામાં આવ્યો છે. એનું વિહંગાવલોકન રસપ્રદ તથા પ્રેરક થઇ પડશે.

મહાભારતના વનપર્વના 123મા અધ્યાયના આરંભમાં જ વનમાં વિહરતા યુધિષ્ઠિરને પરમાત્માના પરમ કૃપાપાત્ર મહર્ષિ લોમશે જે કાંઇ કહ્યું છે તે ખાસ નોંધવા જેવું ને ચિરસ્મરણીય છે. એમનું કથન આ રહ્યું. :

“સંસારમાં મંત્રવિદ્યામાં કુશળ બુદ્ધિવાળા ઉદ્દાલક પુત્ર શ્વેતકેતુનાં વૃક્ષો તથા ફળોથી ભરેલા આ આશ્રમને નિહાળો. આ આશ્રમમાં શ્વેતકેતુએ સાક્ષાત્ સરસ્વતીનું દર્શન કરેલું.

દેવી સરસ્વતીએ કૃપા કરીને વરદાન આપવાની તૈયારી બતાવી ત્યારે શ્વેતકેતુએ કહ્યું કે મને સઘળાં શાસ્ત્રોનું જ્ઞાન મળે એવો આશીર્વાદ આપો.

તમે તમારા ભાઇઓ સાથે ઉદ્દાલક મુનિના આ પવિત્ર એકાંત આહલાદક આશ્રમમાં પ્રવેશ કરો અને એ પરમપુણ્યાત્મા મહાત્માની ઉપાસના કરો.

ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુ અને કહોડ મુનિના પરમપ્રતાપી પુત્ર અષ્ટાવક્ર બંને વર્તમાન યુગના સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા મુનિઓ કહેવાય છે. એમની બરાબરી બીજા કોઇથી નથી કરી શકાય તેમ. એ મામા ભાણેજ થાય છે.

ઉત્તમ બ્રહ્મજ્ઞાની અષ્ટાવક્રે કિશોરાવસ્થામાં રાજા જનકના યજ્ઞમાં વાદવિવાદ કરીને તેના બંદીને હરાવીને નદીમાં ડૂબવા માટે બાધ્ય બનાવેલો.

એ પરમતપસ્વી તથા બ્રહ્મજ્ઞાની મહામુનિ અષ્ટાવક્ર ખૂબ જ પ્રભાવશાળી હતા.

અષ્ટાવક્ર મુનિ જન્મથી જ આઠ અંગે વાંકા હતા તેના રહસ્યનું ઉદઘાટન કરતાં મહર્ષિ લોમશે જણાવ્યું :

“મહર્ષિ ઉદ્દાલકને કહોડ નામે એક વિખ્યાત નિયમનિષ્ઠ શિષ્ય હતો. તે ગુરુની સેવા કરતો તથા તેમની આજ્ઞાને અનુસરીને વર્તતો. તેણે સુદીર્ઘ સમય સુધી વેદાધ્યયન કર્યું અને ગુરુની સેવા કરી.

“ગુરુએ તેની સેવાને ઓળખીને તેને સર્વવિદ્યા આપી તથા પોતાની સુપુત્રી સુજાતાને તેની સાથે પરણાવી.

“એ સુજાતાને અગ્નિના જેવો ગર્ભ રહ્યો. તે ગર્ભે અધ્યયન કરતા પોતાના પિતાને કહ્યું કે –

તમે આખી રાત આ અધ્યયન કરો છો પણ એ અધ્યયન બરાબર થતું નથી.

“આમ મહર્ષિને શિષ્યોની વચ્ચે મહેણું માર્યું એટલે ઉદરમાં રહેલા તે ગર્ભને તેમણે ક્રોધપૂર્વક શાપ આપ્યો કે તું ઉદરમાં રહીને આવું વાંકું બોલે છે તેથી આઠ ઠેકાણે વાંકો થઇશ. એવી રીતે તે મહર્ષિ વાંકા જન્મ્યા અને અષ્ટાવક્ર નામથી પ્રસિદ્ધ થયા.

અષ્ટાવક્ર મુનિ માતાના ઉદરમાં હતા ત્યારે તેમની માતા સુજાતાએ પોતાના પતિ કહોડની આગળ ધનની ઇચ્છા પ્રદર્શિત કરી. કહોડ મુનિ ધનની ઇચ્છાથી પ્રરાઇને જનક રાજા પાસે પહોંચ્યા. ત્યાં બંદીએ એમને વાદવિવાદમાં હરાવીને સમીપવર્તી સરિતામાં નાખી દીધા.

એ વાત ઉદ્દાલકે તથા સુજાતાએ અષ્ટાવક્રના જન્મ પછી વરસો સુધી અષ્ટાવક્રથી ગુપ્ત રાખી પરંતુ એક દિવસ તેની માહિતી મળી ગઇ. એ માહિતી મેળવીને અષ્ટાવક્રને અસાધારણ દુઃખ થયું – ખાસ કરીને પોતાના પિતાની દુર્ગતિની વાત સાંભળીને. એમણે જનકરાજાને ત્યાં પહોંચીને બંદી સાથે શાસ્ત્રાર્થ કે વાદવિવાદ કરીને એને હરાવવાનો ને પોતાના પિતાનું પરિત્રાણ કરવાનો સંકલ્પ કર્યો.

આદર્શ સાચા પ્રાજ્ઞ પુત્રનું લક્ષણ એ જ છે. પિતા તથા માતા પ્રત્યેના પવિત્ર પ્રબળ પ્રેમથી પ્રેરાઇને તે તેમને શક્ય તેટલી સઘળી રીતે સહાયતા પહોંચાડવાની કે ઉપયોગી બનવાની કોશિશ કરે છે અને એમાં પોતાનું કલ્યાણ સમજે છે. સુપુત્ર માતાપિતાની સર્વ પ્રકારે સેવા કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *