Thursday, 5 December, 2024

મરી જાવું માયાને મેલી

363 Views
Share :
મરી જાવું માયાને મેલી

મરી જાવું માયાને મેલી

363 Views

મરી જાવું માયાને મેલી રે,
મરી જાવું માયાને મેલી.

કોઈ બનાવે બાગબગીચા,
કોઈ બનાવે હવેલી,
ધાઈ-ધૂતી ધન ભેળું કરે કોઈ,
પાંચ-પચ્ચીસની થેલી રે … મરી જાવું.

કેસરવર્ણી કાય સુંદર,
માંહી ઊગી વિષવેલી,
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
પાળ બાંધ પાણી પહેલી રે … મરી જાવું.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *