આવી રુડી આંબલીયાની ડાળ Lyrics in Gujarati
By-Gujju30-11-2023
507 Views
આવી રુડી આંબલીયાની ડાળ Lyrics in Gujarati
By Gujju30-11-2023
507 Views
આવી રુડી આંબલીયાની ડાળ
હીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજ
હીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજ
હે….દાદા તમારે
દાદા તમારે દેવું હોય તે દેજો
છેટા ની વાટે મારે હાલવુ રે હે મારા રાજ
છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ
હે…દાદા એ દીધા
દાદા એ દીધા કાળજડાના દાન
દીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજ
હે…મામા તમારે
મામા તમારે દેવું હો તે દેજો
છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ
છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ
હે…મામા એ દીધા
મામા એ દીધા મોશાળ ના દાન
દીકરી ને સાસરે વળાવિયા રે હે મારા રાજ
હે…બાપા તમારે
બાપા તમારે દેવું હોય તે દેજો
છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ
છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ
હે…બાપા એ દીધા
બાપા એ દીધા વેલણિયું ના દાન
દીકરી ને સાસરે વળાવિયા રે હે મારા રાજ