Sunday, 22 December, 2024

Ayodhya at its best

137 Views
Share :
Ayodhya at its best

Ayodhya at its best

137 Views

श्रीराम के शासन में अयोध्या की खुशहाली
 
दूरि फराक रुचिर सो घाटा । जहँ जल पिअहिं बाजि गज ठाटा ॥
पनिघट परम मनोहर नाना । तहाँ न पुरुष करहिं अस्नाना ॥१॥
 
राजघाट सब बिधि सुंदर बर । मज्जहिं तहाँ बरन चारिउ नर ॥
तीर तीर देवन्ह के मंदिर । चहुँ दिसि तिन्ह के उपबन सुंदर ॥२॥
 
कहुँ कहुँ सरिता तीर उदासी । बसहिं ग्यान रत मुनि संन्यासी ॥
तीर तीर तुलसिका सुहाई । बृंद बृंद बहु मुनिन्ह लगाई ॥३॥
 
पुर सोभा कछु बरनि न जाई । बाहेर नगर परम रुचिराई ॥
देखत पुरी अखिल अघ भागा । बन उपबन बापिका तड़ागा ॥४॥
 
(छंद)
बापीं तड़ाग अनूप कूप मनोहरायत सोहहीं ।
सोपान सुंदर नीर निर्मल देखि सुर मुनि मोहहीं ॥
बहु रंग कंज अनेक खग कूजहिं मधुप गुंजारहीं ।
आराम रम्य पिकादि खग रव जनु पथिक हंकारहीं ॥
 
(दोहा)
रमानाथ जहँ राजा सो पुर बरनि कि जाइ ।
अनिमादिक सुख संपदा रहीं अवध सब छाइ ॥ २९ ॥
 
શ્રીરામના રાજ્યમાં અયોધ્યાની સુખસમૃદ્ધિ
 
(દોહરો)
ગજ બાજી કાજે કર્યા અલગ ચારુ ત્યાં ઘાટ;
પનઘટ પરમ મનોહર ત્યાં ન પુરુષની વાત.
 
રાજઘાટ પર સ્નાન શુભ ચારે વર્ણ કરે;
તીરે મંદિર, ઉપવનો સુંદર બધે મળે.
 
વિરક્ત જ્ઞાની ત્યાગરત મુનિઓ ક્યાંક વસે;
તટ પર તુલસીવૃંદનાં દર્શન થાય બધે.
 
પુરશોભા શે વર્ણવું, અંદર ચારુ બહાર;
વન ઉપવન અતિ અદભુત તળાવ તેમજ વાવ,
અયોધ્યાપુરી પેખતાં પાતક ટળે અપાર.
 
(છંદ)
વાપી તળાવ અનૂપ કૂપ વિશાળ સુંદર શોભતાં,
સોપાન સુખકર નીર નિર્મળ નિહાળી મુનિ મોહતા;
બહુરંગ કંજ અસંખ્ય ખગ કૂજે, મધુપ ગૂંજે વળી,
ઉપવન નિમંત્રે પથિકને મધુમય વિહંગસ્વરો કરી.
 
(દોહરો)
રામનાથ રાજા કરું પુરવર્ણન તે કેમ,
અણિમાદિક સુખસંપદા વ્યાપી ત્યાં સપ્રેમ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *