Gujarat Sthapana Divas Quotes
By-Gujju01-05-2023

Gujarat Sthapana Divas Quotes
By Gujju01-05-2023
Congratulations on Gujarat Day 2023! Gujarat Day, also known as Gujarat Sthapana Divas, is celebrated every year on May 1.
આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે..સૌ ગુજરાતીઓને ખુબા ખુબ અભિનંદન…
તુજ શાસનની રક્ષા કાજે કુરબાની છે મારી
અંગે અંગ વ્યાપી ગઇ છે ગુજરાત ની ખુમારી
-કિરણ માછી ‘ કર્મયોગી’
મને ગર્વ છે હુ ગુજરાતી છું, ગુજરાતી મારી ભાષા છે, આખુ ગુજરાત મારુ ઘર છે.
ચાલો ગુજરાતી ભાઇઓ સાથે મળી ને ઉજવીયે આપણા ગુજરાત નો સ્થાપના દિવસ.
અમે સૌ ગુજરાતી છીએ સાકર સરખા મીઠા
સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા
દૂધની ચ્હાના મીઠા ઘૂંટડા લહેજતથી અમે પીતા
‘આવો’ ‘આવજો’ સ્નેહે કહીએ પડોશીને ના વિસરતા -પદ્માબેન કનુભાઈ શાહ
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
– અરદેશર ખબરદાર
મને ગર્વ છે કે, હુ એક ગુજરાતી છું. ગુજરાતી મારી ભાષા છે અને આખુ ગુજરાત મારુ ઘર છે.
ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાતની જનતાને હાર્દિક શુભેચ્છાઓ. મારુ ગરવી ગુજરાત આવનારા વર્ષોમાં વિકાશની નવી ઉંચાઈઓને સ્પર્ષે તેવી પ્રાર્થના.
મારુ ગુજરાત, દંતકથાઓની ભૂમિ – મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી, વિકાસની દ્રષ્ટિએ નવી ઉંચાઈઓએ સતત વધારો કરીને રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે.
એ જ વાતથી ગજ-ગજ ઉઠે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.!
ભારતના વિકાસમાં સતત યોગદાન આપનારા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની ધરતી ગુજરાતના સ્થાપના દિન નિમીતે. ગુજરાતના તમામ નાગરિકોને તેમજ દેશ અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ૧ મે ગુજરાતનાં સ્થાપના દિન ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ….
કોઈ નો હાથ પકડી ને અગર સીડી ચડી હોઈ તો, ટોચ પર જાય ને ગુજરાતીઓ હમેશા એ હાથ ને પકડી ને સાથે બેસાડે છે….આવું નહિ કે ટોચ ઉપર પહોચીને હાથ છોડાવી નાખવાનો….
ના……ખુદ ને મદદ કરનાર ને પોતે હર સંભવ મદદ કરે છે…એ ગુજરાતીઓ
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત,
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત,
ગુજરાત મોરી મોરી રે.