Friday, 20 September, 2024

Ayodhya Kand Doha 116

381 Views
Share :
Ayodhya Kand  							Doha 116

Ayodhya Kand Doha 116

381 Views

राम, सीता और लक्ष्मण को देखकर लोगों की प्रतिक्रिया
 
बरनि न जाइ मनोहर जोरी । सोभा बहुत थोरि मति मोरी ॥
राम लखन सिय सुंदरताई । सब चितवहिं चित मन मति लाई ॥१॥
 
थके नारि नर प्रेम पिआसे । मनहुँ मृगी मृग देखि दिआ से ॥
सीय समीप ग्रामतिय जाहीं । पूँछत अति सनेहँ सकुचाहीं ॥२॥
 
बार बार सब लागहिं पाएँ । कहहिं बचन मृदु सरल सुभाएँ ॥
राजकुमारि बिनय हम करहीं । तिय सुभायँ कछु पूँछत डरहीं ॥३॥
 
स्वामिनि अबिनय छमबि हमारी । बिलगु न मानब जानि गवाँरी ॥
राजकुअँर दोउ सहज सलोने । इन्ह तें लही दुति मरकत सोने ॥४॥
 
(दोहा)  
स्यामल गौर किसोर बर सुंदर सुषमा ऐन ।
सरद सर्बरीनाथ मुखु सरद सरोरुह नैन ॥ ११६ ॥
 
॥ मासपारायण, सोलहवाँ विश्राम ॥ नवान्हपारायण, चौथा विश्राम ॥
 
રામ, સીતા અને લક્ષ્મણને જોઈ લોકોની પ્રતિક્રિયા
 
કેમ વર્ણવું મનહર જોડી, શોભા અધિક ને મતિ મારી થોડી;
રામ લક્ષ્મણ સીતા શોભાને જોતાં સર્વે વિસારીને તનને.
 
પેખી પ્રેમ તરસ્યાં નરનાર થતાં આશ્ચર્યચકિત અપાર;
દીપ દેખી મૃગી-મૃગ જેમ સ્તબ્ધ બનતાં નિહાળીને તેમ.
 
નારી ગામની જાનકી પાસે પહોંચી બોલતી અભિનવ આશે,
પગે લાગતી વારંવાર વદી વચન સરળ રસાળ.
 
કરજો અવિનય માફ અમારો, છેક અબુધ અમોને જાણો;
બંને સુંદર રાજકુમાર, નથી કાંતિતણો ખરે પાર.
 
(દોહરો)   
સુવર્ણમણિએ મેળવી કાંતિ એમની આજ,
પૂર્ણપણે અવલોકતાં આવે અમને લાજ.
 
શ્યામલ ગૌર કિશોર બે સુંદર સુમધુર વેણ,
શરદ શર્વરીનાથ મુખ, શરદ સરોરુહ નેન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *