Sunday, 17 November, 2024

Ayodhya Kand Doha 119

677 Views
Share :
Ayodhya Kand  							Doha 119

Ayodhya Kand Doha 119

677 Views

राम, सीता और लक्ष्मण वन में ओर आगे चले
 
फिरत नारि नर अति पछिताहीं । देअहि दोषु देहिं मन माहीं ॥
सहित बिषाद परसपर कहहीं । बिधि करतब उलटे सब अहहीं ॥१॥
 
निपट निरंकुस निठुर निसंकू । जेहिं ससि कीन्ह सरुज सकलंकू ॥
रूख कलपतरु सागरु खारा । तेहिं पठए बन राजकुमारा ॥२॥
 
जौं पे इन्हहि दीन्ह बनबासू । कीन्ह बादि बिधि भोग बिलासू ॥
ए बिचरहिं मग बिनु पदत्राना । रचे बादि बिधि बाहन नाना ॥३॥
 
ए महि परहिं डासि कुस पाता । सुभग सेज कत सृजत बिधाता ॥
तरुबर बास इन्हहि बिधि दीन्हा । धवल धाम रचि रचि श्रमु कीन्हा ॥४॥
 
(दोहा)   
जौं ए मुनि पट धर जटिल सुंदर सुठि सुकुमार ।
बिबिध भाँति भूषन बसन बादि किए करतार ॥ ११९ ॥
 
વનમાં વધુ આગળ પ્રયાણ
 
ફર્યાં સઘળાં કરી પશ્ચાત્તાપ દેતાં દૈવને દોષ અમાપ,
કરતાં શોક પરસ્પર કહ્યું, કરે વિધાતા પોતાનું ચહ્યું.
 
ક્રૂર નીડર એ નિરંકુશ, એણે વૃક્ષ કર્યું કલ્પવૃક્ષ,
કર્યો શશિને કલંકિત રોગી વળી સાગરને ખારો ભોગી.
 
આપ્યો આ ત્રણને વનવાસ, સરજ્યા વ્યર્થ જ ભોગવિલાસ;
પંથે ચલવે વિના પદત્રાણ રચ્યાં વાહન વ્યર્થ મહાન.
 
કુશપર્ણ બિછાવી સૂતાં આ; શય્યા સુભગ રચે કાં વિધાતા ?
આપ્યો આમને તરુવરવાસ, રચી હર્મ્ય કર્યો શ્રમ ખાસ.
 
(દોહરો) 
આ મુનિવસ્ત્ર ધરે જટા અતિસુંદર સુકુમાર;
વસન વિવિધ ભૂષણ ખરે વ્યર્થ કર્યાં કિરતાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *