Sunday, 17 November, 2024

Ayodhya Kand Doha 123

267 Views
Share :
Ayodhya Kand  							Doha 123

Ayodhya Kand Doha 123

267 Views

राम के आगमन से सब लोग हर्षित
 
आगे रामु लखनु बने पाछें । तापस बेष बिराजत काछें ॥
उभय बीच सिय सोहति कैसे । ब्रह्म जीव बिच माया जैसे ॥१॥
 
बहुरि कहउँ छबि जसि मन बसई । जनु मधु मदन मध्य रति लसई ॥
उपमा बहुरि कहउँ जियँ जोही । जनु बुध बिधु बिच रोहिनि सोही ॥२॥
 
प्रभु पद रेख बीच बिच सीता । धरति चरन मग चलति सभीता ॥
सीय राम पद अंक बराएँ । लखन चलहिं मगु दाहिन लाएँ ॥३॥
 
राम लखन सिय प्रीति सुहाई । बचन अगोचर किमि कहि जाई ॥
खग मृग मगन देखि छबि होहीं । लिए चोरि चित राम बटोहीं ॥४॥
 
(दोहा)    
जिन्ह जिन्ह देखे पथिक प्रिय सिय समेत दोउ भाइ ।
भव मगु अगमु अनंदु तेइ बिनु श्रम रहे सिराइ ॥ १२३ ॥
 
રામના આગમનથી સર્વ સ્થળે ઉત્સવ
 
આગળ રામ ને લક્ષ્મણ પાછળ બંને તાપસવેશ ઉજાગર,
બંને વચ્ચે સીતા સોહે કેવી બ્રહ્મ જીવ વચ્ચે માયા જેવી.
 
જાણે સોહે વસંત ને કામ, વચ્ચે સોહે રતિ રસધામ;
કહું ઉપમા વિચારીને એવી બુધ વિધુ વચ્ચે રોહિણી એવી.
 
પ્રભુ પદચિન્હ વચ્ચે સીતા મૂકી ચાલતી ચરણ સભીતા;
છોડી રામસીતા પદચિન્હ જમણે ચાલતા લક્ષ્મણ વીર.
 
રામ લક્ષ્મણ સીતાની પ્રીતિ કેમ વાણીમાં વર્ણવું રીતિ,
પક્ષીપશુઓ જોતાં મુગ્ધ જેવાં રામે ચોર્યાં હો ચિત્તને એવાં.
 
(દોહરો)  
સીતા સહિત પથિક ઉભય જોતા માનવ જે
અનાયાસ ઓળંગતા પંથ ભવતણો તે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *