आदर्श भक्त का रेखाचित्र
अवगुन तजि सब के गुन गहहीं । बिप्र धेनु हित संकट सहहीं ॥
नीति निपुन जिन्ह कइ जग लीका ।घर तुम्हार तिन्ह कर मनु नीका ॥१॥
गुन तुम्हार समुझइ निज दोसा । जेहि सब भाँति तुम्हार भरोसा ॥
राम भगत प्रिय लागहिं जेही । तेहि उर बसहु सहित बैदेही ॥२॥
जाति पाँति धनु धरम बड़ाई । प्रिय परिवार सदन सुखदाई ॥
सब तजि तुम्हहि रहइ उर लाई । तेहि के हृदयँ रहहु रघुराई ॥३॥
सरगु नरकु अपबरगु समाना । जहँ तहँ देख धरें धनु बाना ॥
करम बचन मन राउर चेरा । राम करहु तेहि कें उर डेरा ॥४॥
(दोहा)
जाहि न चाहिअ कबहुँ कछु तुम्ह सन सहज सनेहु ।
बसहु निरंतर तासु मन सो राउर निज गेहु ॥ १३१ ॥
આદર્શ ભક્તનું રેખાચિત્ર
અવગુણ તજી સર્વગુણ ગ્રહે, વિપ્ર ધેનુ હિત સંકટ સહે,
નીતિ નિપુણ જે જગમાં થયા ઘર તેનું મનડું બની જાય.
ગુણ આપના ગણે નિજ દોષ, તમારો જ સંપૂર્ણ ભરોસ;
રામભક્ત અતિપ્રિય લાગે રહો હૃદય એના રાગે.
નાતજાત ધન ગુરુતા ધર્મ, પ્રિય પરિવાર ઘર સુખદ સર્વ,
તજી તમોને ફક્ત ભજે રામ એમના હૃદય વસે.
સ્વર્ગ નરક અપવર્ગ સમાન, જુએ બધે તમને જ મહાન,
વિચાર વાણી કર્મે દાસ રામ, કરો એને ઉર વાસ.
(દોહરો)
ચહે કશું ના, જેમને સહજ તમારો સ્નેહ,
વસો મનમહીં તેમના સમજીને નિજ ગેહ.