Sunday, 22 December, 2024

Ayodhya Kand Doha 180

449 Views
Share :
Ayodhya Kand  							Doha 180

Ayodhya Kand Doha 180

449 Views

मै राजगादी के लिए योग्य नहीं – भरत
 
कैकेई भव तनु अनुरागे । पाँवर प्रान अघाइ अभागे ॥
जौं प्रिय बिरहँ प्रान प्रिय लागे । देखब सुनब बहुत अब आगे ॥१॥
 
लखन राम सिय कहुँ बनु दीन्हा । पठइ अमरपुर पति हित कीन्हा ॥
लीन्ह बिधवपन अपजसु आपू । दीन्हेउ प्रजहि सोकु संतापू ॥२॥
 
मोहि दीन्ह सुखु सुजसु सुराजू । कीन्ह कैकेईं सब कर काजू ॥
एहि तें मोर काह अब नीका । तेहि पर देन कहहु तुम्ह टीका ॥३॥
 
कैकई जठर जनमि जग माहीं । यह मोहि कहँ कछु अनुचित नाहीं ॥
मोरि बात सब बिधिहिं बनाई । प्रजा पाँच कत करहु सहाई ॥४॥
 
(दोहा)  
ग्रह ग्रहीत पुनि बात बस तेहि पुनि बीछी मार ।
तेहि पिआइअ बारुनी कहहु काह उपचार ॥ १८० ॥
 
ભરત પોતાને રાજગાદી માટે અનુચિત ગણે છે
 
(દોહરો)
કૈકેયીથી પ્રગટ આ તનમાં પ્રેમ કરી
પામર પાપી પ્રાણ ના ગયા હજુય મરી.
 
પ્રિયના વિરહમહીંય એ પ્રિય લાગે છે પ્રાણ;
હજુ તો કોણ કહી શકે કેવી મળશે લ્હાણ !
 
લક્ષ્મણ સીતા રામને આપી વન પ્રેમે
પતિને સ્વર્ગે મોકલી સાધ્યું હિત કેમે.
 
અપયશ ને વૈધવ્યની પોતે લ્હાણ લઇ,
શોક ભીતિ સંતાપની સૌને ભેટ દઇ,
 
મુજને સુંદર રાજ્ય ને યશ-સુખ દાન કરી
કૈકેયીએ સર્વને શાંતિ અનંત ધરી.
 
તમે રાજગાદી ધરો એથી ઉત્તમ શું ?
મારે માટે જગતમાં ના જ અયોગ્ય કશું.
 
વાત વિધાતાએ જ છે મારી સર્વ રચી,
પ્રજા પંચ શાને કરો સ્વલ્પ સહાય પછી ?
 
ગ્રહ્યો ગ્રહોએ, વાયુવશ, પડયો વીંછીનો માર,
પાય એહને વારુણી એ કેવો ઉપચાર ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *