અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન
By-Gujju11-11-2023
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન
By Gujju11-11-2023
અયોધ્યામાં રામ મંદિર અંગે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી 2024ના રોજ થશે – આ વાતની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે ત્રિપુરામાં એક રેલીમાં આ જાહેરાત કરી હતી. ત્રિપુરામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જ્યારે આગામી લોકસભા ચૂંટણી 2024માં થવાની છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “કોંગ્રેસે અદાલતમાં રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભો કર્યો… મોદીજીએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંદિરનું નિર્માણ શરૂ કર્યું.”
કોંગ્રેસ અને CPMએ રામ મંદિર નિર્માણમાં અડચણો ઉભી કરી : શાહ
મીડિયા રિપોર્ટ અનુસાર અમિત શાહે ત્રિપુરામાં એક રેલીને સંબોધતા કહ્યું કે, કોંગ્રેસ અને સીપીએમ એ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં અડચણો ઊભી કરી અને લાંબા સમય સુધી આ કેસને કોર્ટમાં અટકાવી રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું નિર્માણ શરૂ કર્યું. અમિત શાહે કહ્યું, “રાહુલ બાબા સાંભળો, 1 જાન્યુઆરી, 2024 સુધીમાં ભવ્ય રામ મંદિર તૈયાર થઈ જશે.” અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદીના હાથમાં આપણો દેશ સુરક્ષિત છે. તેમણે ઉમેર્યુ કે, કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાના 10 દિવસમાં જ ભારતીય જવાનોએ પાકિસ્તાનની અંદર ઘૂસીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આવું નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ થયું છે.
અમિત શાહે ત્રિપુરામાં ભાજપની રથયાત્રાને લીલી ઝંડી બતાવી
અમિત શાહે તેમના 11 રાજ્યના પ્રવાસની શરૂઆત ત્રિપુરાથી કરી છે, જ્યાં તેમણે ગુરુવારે રાજ્યમાં ભાજપની પ્રથમ ચૂંટણી રથયાત્રાને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે આ રથયાત્રા વિકાસનો સંદેશ આપવા માટે છે. ભાજપ રાજ્ય સરકાર દ્વારા 84 મુ્દ્દાનો રિપોર્ટ કાર્ડ જાહેર કરાયા બાદ આ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ રિપોર્ટ કાર્ડમાં ભાજપે દાવો કર્યો છે કે તેમની રાજ્ય સરકારે 2018ની ચૂંટણીમાં આપેલા તમામ વચનો પૂરા કર્યા છે.