Baby Taro Babu Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Baby Taro Babu Lyrics in Gujarati
By Gujju01-06-2023
બેબી તારો બાબુ તો હાવ લેવાઈ ગયો છે
હાવ લેવાઈ ગયો છે
હું તો કંઈ બોલતો નથી
મારૂં કંઈ ચાલતું નથી
હું તો કંઈ બોલતો નથી
મારૂં કંઈ ચાલતું નથી
અરે સન્ડેનું શોપિંગ મન્ડેની મહેફિલ
ગાંડો ઘેલો તારી વાંહે ફરે
હો ફ્રઈડેનું ફિલમ ખીચ્ચા ખાલી ખમ
તોઈ દીકુ કેમ તને ઓછું પડે
હો નખરા તારા સહન કરી બીલ તારા ભરી ભરી
નખરા તારા સહન કરી બીલ તારા ભરી ભરી
અડધો એ થઇ ગયો છે
હે બેબી તારો બાબુ જોને હાવ લેવાઈ ગયો છે
હો દીકુ દીકુ કરી એનો દાવ થઇ ગયો છે
હો બેબી તારો બાબુ જોને હાવ લેવાઈ ગયો છે
હું તો કંઈ બોલતો નથી
મારૂં કંઈ ચાલતું નથી
હો નીંદ દીકુ તને આવે નહીતો એને પણ રાતો જાગવું પડે
હો મન ફાવે ત્યારે તું મળવા બોલાવે ઉભા પગે મારે ભાગવું પડે
હો સાચી ખોટી વાત તારી હાયે હા કરી કરી
કાલી ઘેલી વાત તારી હાયે હા કરી કરી
મગજનું દહીં કરી ગયો છે
હો બેબી તારો બાબુ તો હાવ લેવાઈ ગયો છે
હો દીકુ દીકુ કરી એનો દાવ થઇ ગયો છે
હો બેબી તારો બાબુ તો હાવ લેવાઈ ગયો છે
હું તો કંઈ બોલતો નથી
મારૂં કંઈ ચાલતું નથી
હો ફરવા ફોરવીલરને હોટલનું ડિનર
સેર સપાટા કરવા પડે
હો જોવા હું માંગુ તું ટેન્શન ના કર
વ્યાજે ભલે મારે લેવા પડે
હો શોખ તારા ભારી ભારી જોને પુરા કરી કરી
શોખ તારા ભારી ભારી જોને પુરા કરી કરી
લુખ્ખેશ થઇ ગયો છે
હો બેબી તારો બાબુ તો હાવ લેવાઈ ગયો છે
હો દીકુ દીકુ કરી એનો દાવ થઇ ગયો છે
હો બેબી તારો બાબુ તો હાવ લેવાઈ ગયો છે
હો બેબી તારો બાબુ તો હાવ લેવાઈ ગયો છે
હાવ લેવાઈ ગયો છે