Friday, 14 March, 2025

Badluck Lyrics in Gujarati

160 Views
Share :
Badluck Lyrics in Gujarati

Badluck Lyrics in Gujarati

160 Views

હો મતલબનો હતો જાનુ તારો રે પ્યાર
દિલ તોડતા ના કર્યા તે વિચાર
મતલબનો હતો જાનુ તારો રે પ્યાર
દિલ તોડતા ના કરી તે તો વાર

હો જયારે ચમક્યો સિતારો જાનુ તારો
હા …જયારે ચમક્યો સિતારો જાનુ તારો
ત્યારે સુરજ ડુબી ગયો મારો
હા તારે હસવાનો આયો દાડો
મારે રોવાનો આયો વારો
સાથ છુટી ગયો તારો
ગુનો હતો શું અમારો
હા સમજી ના શક્યા તમે બીજાના થયા
આ મારૂં બેડલક છે જાનું તમે મારા ના થયા
હો …મારૂં બેડલક છે જાનું તમે બીજાના થયા

એ જયારે ચમક્યો સિતારો જાનુ તારો
સુખનો સુરજ ડુબી ગયો મારો

હો ગયા એ ગયા વળતા આયા ના પાછા
આવું આવું કહી તમે રહિયા ના હાંચા
હો …પરણી ગયા મળ્યા હમાચાર હાંચા
તને પામવામાં અમે રહી ગયા કાચા
હા મારો છોડીને સથવારો લીધો બીજાનો સહારો
વિચાર દયાનો ના આયો કેમ કર્યો કેર કાળો
સમજી ના શક્યા તમે  મારા ના થયા
આ મારૂં બેડલક છે જાનું તમે મારા ના થયા
હો …મારૂં બેડલક છે જાનું તમે બીજાના થયા

એ જયારે ચમક્યો સિતારો જાનુ તારો
સુખનો સુરજ ડુબી ગયો મારો

આ બેવફામાં તું એક બેવફા હટકે
જો જે એક દાડો મારી જેમ તડપે
હા એક એક આંશુ અંગરો બની ટપકે
ટપકતા આંશુમાં દિલ મારૂં હળગે
હો રૂઠ્યો મારો ઉપરવાળા રૂઠ્યો નસીબનો સિતારો
તારા પ્રેમમાં ફસાયો આયો મરવાનો મારે દાડો
સમજી ના શક્યા વગર વાંકે મરી ગયા
આ મારૂં બેડલક છે જાનું તમે મારા ના થયા
હો …મારૂં બેડલક છે જાનું તમે બીજાના થયા
હો …મારૂં બેડલક છે જાનું  મને બેવફા મળ્યા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *